ETV Bharat / city

Cabinet meeting: હવે શાળાઓના વર્ગોમાં બાળકોનો કિલકિલાટ સંભળાશે, 2 માસમાં થશે નિર્ણય

કોરોના (Corona) શાંત પડતાં જનજીવન પૂર્વવત થતું જોવા મળી રહ્યું છે ત્યારે શિક્ષણક્ષેત્રને લગતો મોટો નિર્ણય પણ આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્યની શાળાઓ શરૂ (Schools reopen) થઈ શકે છે કે કેમ તે અંગે આજની કેબિનેટ બેઠકમાં (cabinet meeting) ચર્ચા કરવામાં આવશે.

Cabinet meeting: હવે શાળાઓના વર્ગોમાં બાળકોનો કિલકિલાટ સંભળાશે, 2 માસમાં થશે નિર્ણય
Cabinet meeting: હવે શાળાઓના વર્ગોમાં બાળકોનો કિલકિલાટ સંભળાશે, 2 માસમાં થશે નિર્ણય
author img

By

Published : Jun 23, 2021, 2:07 PM IST

  • રાજયમાં કોરોના સંક્રમણ (Corona) બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા
  • સંક્રમણ ઘટતાં ફરી શાળાઓ શરૂ (Schools reopen) કરવાની તૈયારીઓ
  • આગામી દિવસોમાં શરૂ થઈ શકે છે રાજ્યની શાળાઓ ( Schools)
  • જો ત્રીજી લહેર (Third wave of corona) આવશે તો શાળાઓ ખોલવાનું મોકૂફ રાખશે સરકાર

    ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Corona) પોઝિટિવ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કુલ 135 જેટલા જ પોઝિટિવ કેસો સામે આવ્યાં હતાં. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના કેસમાં સતત ઘટાડાને કારણે હવે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા બાબતે (Schools reopen) ગંભીર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. જેમાં હવે રાજ્ય સરકાર પણ શાળાઓ શરૂ કરવાના હકારાત્મક મિજાજમાં જોવા મળે છે.

    આગામી 2 માસ હજુ સર્વેલન્સ કરાશે

    રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Rupani) તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં (cabinet meeting) આગામી બે માસ દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓ તથા ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની ( Schools) તજવીજ હાથ ધરવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી હતી. આ બાબતે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી હતી. કોરોનાવાયરસની ત્રીજી રહેલી આશંકાને લઈને હજી સુધી રાજ્ય સરકારે કોઈ પ્રકારનો નિર્ણય કર્યો નથી. પરંતુ આગામી બે માસ સુધી હજુ પણ કોરોનાવાયરસના (Corona) પોઝિટિવ રેટ પર નજર રાખવામાં આવશે અને ત્યારબાદ બે મહિના બાદ રાજ્ય સરકાર દ્વારા શાળા શરૂ કરવા અંગેનો નિર્ણય લઇ શકાય છે.

    જો ત્રીજી લહેર આવશે તો દીવાળી સુધી ઓનલાઇન શિક્ષણ

    રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરને લઈને (Third wave of corona) પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે એક્શન પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં (cabinet meeting) શાળા શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે જો બે મહિનાની અંદર રાજ્યમાં ત્રીજી લહેર આવશે તો દિવાળી સુધી રાજ્યમાં ફક્ત ઓનલાઇન શિક્ષણ જ કાર્યરત રાખવામાં આવશે. ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરી દેવામાં આવશે અને ત્યારબાદ ફરીથી રીવ્યૂ કરીને શાળાઓ ( Schools) શરૂ કરવા બાબતની ચર્ચા વિચારણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે.

    શાળા શરૂ થાય તો એસ.ઓ.પી. મુજબ થશે

    મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અગાઉ પણ શાળાઓ ( Schools) શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે શાળા શરૂ થાય તો એસઓપી પ્રમાણે જ શરૂ કરવામાં આવશે. આમ શાળામાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માથે પહેરવાનો રહેશે. સાથે જ સામાજિક અંતર સાથે શાળા સંચાલકોએ બેઠક વ્યવસ્થા પણ કરવાની રહેશે. આ પ્રમાણે શાળાઓ શરૂ કરવામાં આવશે. ઉપરાંત શાળામાં પ્રવેશ દરમિયાન સેનેટાઈઝર અને થર્મલ ગનથી ચેકીંગ શાળા સંસ્થાઓ તરફથી રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ Survey of Saurashtra University: વાલીઓને કોરોના કાળમાં સરકારી શાળાઓ પર વિશ્વાસ બેઠો

વાલીઓની મંજૂરી ફરજિયાત

કોરોનાવાયરસની (Corona) પ્રથમ લહેર બાદ રાજ્ય સરકારે શાળાઓ ( Schools) શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આ નિર્ણયમાં શાળામાં આવનાર વિદ્યાર્થીઓએ ફરજિયાત રીતે વાલીની લેખિત મંજૂરી લાવવાને નિયમ પણ જાહેર કર્યો હતો. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ સત્તાવાર રીતે પત્રકાર પરિષદ સંબોધી કહ્યું હતું કે અને વાલીઓને ફરજિયાત મંજૂરી માગતું આવેદનપત્ર આપવાનું રહેશે ત્યારબાદ શાળાઓના શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારે હવે બીજી લહેર બાદ રાજ્ય સરકાર દ્વારા જે રીતે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યની શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે લેખિત મંજૂરી ફરજિયાત રહેશે.

આ પણ વાંચોઃ શાળા સંચાલકોને CM Rupani નો પ્રશ્ન : તમે 75 ટકા ફી લીધી છે, તો Property Tax કેમ માફ થાય ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.