ETV Bharat / city

પેટ્રોલ- ડીઝલના વધતા ભાવ અને સરકારે જાહેર કરેલી સબસીડી બાદ ઈ- વાહનોના વેચાણમાં થયો વધારો - Sales of e-vehicles increased

જૂન મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ઈ-વાહનોમાં સબસીડી આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેથી સબસીડીની જાહેરાત થયા બાદ ગુજરાત ભરમાં ઇ- વાહનોના વેચાણમાં 2.5 ગણો વધારો થયો છે. એટલે કે પહેલાની સરખામણીએ અંદાજિત 250 ટકા ગણો વેચાણમાં વધારો થયો છે. સબસીડી ઉપરાંત લોકો એક બાજુ પેટ્રોલ, ડીઝલના વધતા ભાવથી પણ ત્રસ્ત થઈ રહ્યા છે. જેથી તેઓ ઇ-વાહનો લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કારણ કે, ઈ-વાહનો ખૂબ જ સસ્તા પડી રહ્યા છે.

E-vehicles
E-vehicles
author img

By

Published : Aug 11, 2021, 6:29 PM IST

  • ત્રણથી ચાર મહીનાના વેઇટિંગ ચાલી રહ્યા છે ઈ-વાહનો
  • કેન્દ્ર સરકારની પણ સબસીડીનો ફાયદો લોકોને થઈ રહ્યો છે
  • ટુ- વ્હીલર વાહનોનું સૌથી વધુ વેચાણ

ગાંધીનગર : રાજ્ય સરકારે વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની સામે ઇ-વાહનોનું વેચાણ અને પ્રોત્સાહન આપવાના હેતુસર લોકોને સબસીડી આપવાનું 22 જૂને જાહેર કર્યું હતું અને આ સબસીડી જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવી છે. એ પહેલા જ લોકોએ ઇ-વાહનો બુક કરાવવાનું શરૂ કરી દીધું હતું. ટુ- વ્હીલર, થ્રી- વ્હીલર અને ફોર- વ્હીલરની ખરીદીમાં સબસીડી જાહેર કરવામાં આવી હતી. ફોર વ્હીલરમાં દોઢ લાખ, થ્રી-વ્હીલરમાં 50 હજાર અને ટુ-વ્હીલર વાહનોમાં 20 હજારની સબસીડી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જે હેતુથી લોકોને પણ તેનો ફાયદો થતા ગુજરાતમાં આ પ્રકારના વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક વાહનોમાં 3થી 4 મહિનાના વેઇટિંગમાં પણ બોલી રહ્યા છે.

સરકારે જાહેર કરેલી સબસીડી બાદ ઈ- વાહનોના વેચાણમાં થયો વધારો

સબસીડી જાહેર કર્યાના 1 વર્ષ પહેલા એવરેજ એક મહિને 175 વાહન ખરીદાતા હતા, અત્યારે મહિના 475 ખરીદાય છે

ગુજરાત સરકારની વાહન વિભાગની કચેરીમાંથી મળતી માહિતી મુજબ સબસિડી જાહેર કરાઈ તેના આગામી જુલાઈના એક વર્ષ અગાઉ 165 જેટલા ઇ- વાહનો દર મહિને રાજ્યભરમાંથી ખરીદવામાં આવતા હતા. જ્યારે જૂન મહિનામાં સબસિડી જાહેર કરાઈ અને જુલાઈ મહિનામાં તેની અમલવારી કરાઇ ત્યારે ફક્ત જુલાઈ મહિનામાં 457 ઇ-વાહનોનું વેચાણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ઓગસ્ટમાં 11 તારીખ સુધીમાં 205 વાહનો વેચાઈ ચુક્યા છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે, ઓગસ્ટ માસમાં જ 600થી પણ વધુ વાહનોનું વેચાણ થશે. જોકે તેના કરતાં પણ વધુ વેચાણ થઈ શકે છે પરંતુ ડિમાન્ડ એટલી વધી છે કે, વેઇટિંગમાં વાહનો 3 મહિને મળે છે, નહીંતર આ આંકડો પણ ત્રણ ગણો વધી શકે છે. અત્યાર સુધી સબસિડી જાહેર કરાયા બાદ 662 વાહનોનું વેચાણ થયું છે.

જે ઇ-વાહનો અમે વર્ષે 40 જેટલા વેચતા તે મહિને 100 જેટલા વેચાઈ રહ્યા છે: ડીલર

આ અંગે ટુ- વ્હીલરની ડીલરશીપ ધરાવનારા ગાંધીનગરના અશ્વિન બારોટ જણાવ્યું કે, "રાજ્ય સરકારની સબસીડી પહેલા જ કેન્દ્ર સરકારની ફેમ 2ની સબસીડીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેથી પહેલાની સરખામણીમાં હાઈ સ્પીડ વાહનો વેચાઇ રહ્યા છે. કેન્દ્ર દ્વારા સબસીડી એક મહિના પહેલા જાહેર કરાઈ હતી. જેથી આ બન્ને સબસીડી મળી મોટો ફાયદો થાય છે. જે વાહન 90 હજારમાં પડતું હતું તે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસીડી મળતા 58 હજારની આસપાસ પડે છે. જે વાહનો અમે વર્ષે 30થી 40 જેટલા વેચતા હતા, તે અત્યારે મહિને 100 જેટલા વેચાઇ રહ્યા છે. આ ઉપરાંત 300થી પણ 400 લોકો અત્યારે વેઇટિંગમાં છે. ઇન્કવાયરી પણ 20 ગણી વધી ગઈ છે.

આ પણ વાંચો: Auto Expo: શારદા યુનિ.ના વિદ્યાર્થીઓએ 3 મોડ ધરાવતું ઈલેક્ટ્રિક બાઈક બનાવ્યું

લોકો જુના વાહનો વેચી નવા ઇ- વાહનો લઇ રહ્યા છે

સબસીડીનો લાભ અને પેટ્રોલના વધારા સામે લોકોમા ઈ-વાહનોની ખરીદી તરફ વળ્યા છે. લોકો પોતાના જુના વાહનો વેચી નવા ઈ- વાહનોની ખરીદી વધુ કરી રહ્યા છે. તેમાં પણ અત્યારે ટુ- વ્હીલરની ખરીદી મોટા પ્રમાણમાં થઈ રહી છે. કારણ કે ફોર-વ્હીલરમાં હજુ સુધી સબ સ્ટેશન બની રહ્યા છે. જે કારણે આગામી સમયમાં ટેક્નોલોજીને ધ્યાનમાં લેતા ફોર- વ્હીલર વાહનો પણ મોટી સંખ્યામાં લોકો ખરીદશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 60 ટકાથી વધુ ટુ- વ્હીલર વાહનો લોકો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે. ઇ- વાહના ખરીદનાર સ્વપ્નેશ પટેલે કહ્યું કે, પેટ્રોલના ભાવ વધી ગયા છે અને ઇ- વાહનોની એવરેજ સારી છે તે માટે સસ્તુ પડતું હોવાથી અમે એ વાહનો ખરીદવા માગીએ છીએ.

આ પણ વાંચો: જુલાઇમાં OLA કરશે ઇ-સ્કૂટર લોન્ચ, 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે

આ બે શહેરોમાં સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે

વાહન વિભાગની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ ખાસ કરીને મોટા શહેરોમાં વાહનોનું વેચાણ વધી રહ્યું છે. તેમાં પણ ગુજરાતના અમદાવાદ અને સુરતમાં શહેરમાં સૌથી વધુ વાહનોના વેચાણ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં વેચાતા વાહનોમાં 30 ટકા જેટલું વેચાણ આ બે શહેરોમાંથી થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.