ગાંધીનગર: પ્રજાસત્તાક દિવસમાં કોરોનાને ધ્યાનમાં લઈને ખૂબ જ ગણતરીની સંખ્યામાં ઉજવણી (Republic Day will be celebrated with Corona in mind) કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે પ્રજાસત્તાક દિનની (CM Bhupendra Patel will celebrate Republic Day in Gir Somnath) ઉજવણી કરશે.
કેબિનેટ પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે
ક્રમ | કેબિનેટ પ્રધાનો | જિલ્લો |
1 | ભુપેન્દ્ર પટેલ | ગિરસોમનાથ |
2 | નીમાબેન આચાર્ય | મોરબી |
3 | રાજેન્દ્ર ત્રિવેદી | આણંદ |
4 | જીતુભાઈ વાઘાણી | રાજકોટ |
5 | ઋષિકેશ પટેલ | અમદાવાદ |
6 | પુણ્નેસ મોદી | બનાસકાંઠા |
7 | રાઘવજી પટેલ | પોરબંદર |
8 | કનુભાઇ દેસાઇ | સુરત |
9 | કિરીટસિંહ રાણા | ભાવનગર |
10 | નરેશ પટેલ | વલસાડ |
11 | પ્રદીપ પરમાર | બરોડા |
12 | અર્જુન સિંહ ચૌહાણ | પંચમહાલ |
રાજયકક્ષાના પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે
ક્રમ | રાજયકક્ષાના પ્રધાનો | જિલ્લો |
1 | હર્ષ સંઘવી | ગાંધીનગર |
2 | જગદીશ પંચાલ | મહેસાણા |
3 | બ્રિજેશ મેરજા | જામનગર |
4 | જીતુ ચૌધરી | નવસારી |
5 | મનીષા વકીલ | ખેડા |
6 | મુકેશ પટેલ | તાપી |
7 | નિમિષા સુથાર | છોટાઉદેપુર |
8 | અરવિંદ રૈયાણી | જૂનાગઢ |
9 | કુબેર ડીંડોર | સાબરકાંઠા |
10 | કિર્તીસિંહ વાઘેલા | કચ્છ |
11 | ગજેન્દ્ર પરમાર | ભરૂચ |
12 | આર.સી. મકવાણા | અમરેલી |
13 | વિનોદ મોરવાડિયા | બોટાદ |
14 | દેવાભાઈ માલમ | સુરેન્દ્રનગર |
7 જિલ્લામાં કલેકટર કરશે ધ્વજવંદન
રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ પ્રધાનોને અનેક જિલ્લાઓમાં ધ્વજવંદન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત 7 જેટલા જિલ્લામાં કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. જેમાં દાહોદ, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા અને અરવલ્લીમાં જે તે જિલ્લા કલેક્ટરો દ્વારા જ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દ કરાયા
રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તમામ જિલ્લાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, પરંતુ ધ્વજવંદન કાર્યક્રમમાં ફક્ત ગણતરી સંખ્યામાં લોકોને જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે તમામ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
રાજ્ય સરકાર એક્શન મોડમાં: જાહેર જનતાને સ્પર્શતા અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરશે
રાજ્ય સરકાર દ્વારા પશુઓની ગણતરી, સુરત ગ્રામ્યમાં 5.41 પશુધન, માંડવી તાલુકામાં સૌથી વધુ ભેસો