ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોના વાઈરસને માતા આપવા માટે ઈન્જેકશન મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આ ઇંજેક્શનનું હવે ગુજરાતમાં ઉત્પાદન થશે તેવી જાહેરાત રાજ્યનાં આરોગ્ય પ્રધાન નીતીન પટેલે કરી હતી. સાથે જ જરૂર પ્રમાણે કોરોનાના દર્દીને આ ઈન્જેક્શન મફતમાં આપવામાં આવે છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યારથી કોરોનાનો પગપેસરો થયો છે ત્યારથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોર કમિટીની બેઠક સતત થાય છે, જે બાબતે બેઠકમાં ખાસ ચર્ચા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે એક મહત્વની ટીમ પણ બનાવી છે તે ટીમના આધારે જ શિશિર ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ આ ઇંજેક્શનને કારણે દર્દીઓને રાહત થાય છે.
દર્દીઓના છાતીમાં કફ જામી જાય છે જેના કારણે દર્દી શ્વાસ લઈ શકતો નથી તે દરમિયાન આ ઇંજેક્શન આપવામાં આવે તો દર્દીને શ્વાસ લેવામાં કોઇ તકલીફ પડતી નથી. આમ ઇન્જેક્શન કોરોના દર્દી માટે ઉપયોગી હોવાના કારણે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે સ્વિઝરલેન્ડની કંપની પાસેથી 5000 જેટલા ઇન્જેક્શન મંગાવ્યા હતા પરંતુ તેમાંથી ફક્ત 2200 જેટલા જ ઇન્જેક્શનનો જથ્થો ગુજરાત સરકારને પ્રાપ્ત થયો હતો જેનો ઉપયોગ જે દર્દીની પરિસ્થિતિ ખરાબ હોય તેના માટેજ કરવામાં આવ્યો છે. 2200 ઇન્જેક્શનમાંથી 2080 ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું કે ટેક્સી બ્રાઝિલ નામનું ઇન્જેક્શન ફક્ત ન્યૂઝીલેન્ડની રોઝ કંપની જ બનાવે છે ત્યારે આ ઇંજેક્શન પણ ખૂબ મર્યાદિત સંખ્યામાં જ પ્રાપ્ત થાય છે જ્યારે ગુજરાત સરકાર આ કંપનીના સીધા સંપર્કમાં છે. તેમજ ગુજરાતની જ સિપ્લા કંપની સમગ્ર દેશમાં ઈન્જેક્શનનો સપ્લાય કરે છે ત્યારે રાજ્યમાં કોરોનાના દર્દીને આ ઇન્જેક્શન મફતમાં આપવામાં આવે છે. જ્યારે દેશના કોઇપણ રાજ્યમાં આ ઇંજેક્શન મફતમાં આપવામાં આવતું નથી.
ઉલ્લેખનીય છે કે ઇન્જેક્શન બાબતે વિપક્ષ દ્વારા પણ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યાં હતા જે બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કોરોના કાળમાં પણ રાજનીતિ કરી રહી છે લોકોની સેવા કરવાના બદલે રાજનીતિ કરી રહી છે અને અમુક નેતાઓ કવિ બનીને ખોટા આક્ષેપ કરી રહ્યા છે.