- અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
- સરકાર અંતિમ સમયે આપશે મંજૂરી
- જનતા કરફ્યૂ વચ્ચે રથયાત્રા યોજાઈ તેવી શક્યતાઓ
- ગણતરીના જ વ્યક્તિઓની હાજરીમાં યોજાશે રથયાત્રા
ગાંધીનગર : 12 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ(Lord Jagannath)ની 144મી રથયાત્રા(Rathyatra)નું આયોજન મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોના(corona)ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક(cabinet mitting)માં રથયાત્રા યોજવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા(Rathyatra)ના માટેનું પણ આયોજન અને એસોપી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન જગન્નાથ(Lord Jagannath)ની રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તોના ઘોડાપુર જોવા નહીં મળે.
આ પણ વાંચોઃ રથયાત્રા નિયત સમય પર જ નીકળશે, ગૃહવિભાગે આપી મંજૂરી, માત્ર 200 લોકો ભાગ લેશે
મંદિરને પોલીસ દ્વારા ચારેય બાજુથી કોર્ડન કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા (Rathyatra)તૈયાર કરવામાં આવી છે, જે અંતિમ સમયે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ મળતી માહિતી પ્રમાણે મંદિરના 1 કિલોમીટરના વિસ્તારની ત્રિજ્યાના ઘેરાવામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આમ 11તારીખે મોડીરાત્રિના જ મંદિરની આજુબાજુમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જેથી કોઈપણ ભક્તો દર્શન માટે આવી શકે નહીં. આમ કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા એક પણ ભક્ત મંદિર નહીં આવે અથવા તો મંદિર પહોંચે નહીં તેવી વ્યવસ્થા સ્વરૂપનું આયોજન કરવામાં આવ્યું છે.
રૂટ પર 30,000થી વધુ પોલીસ કર્મીઓ રહેશે હાજર
જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર 30 હજારથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત મુકવાનું પણ આયોજન અમદાવાદ પોલીસ (ahmedabad police)દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો, કોઈ પણ વર્ષે કરવામાં આવી નહીં હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો, દર વર્ષે પાંચથી છ લાખ જેટલા ભાવીક ભક્તો દર્શન માટે ઉમટી પડે છે, પરંતુ આ વર્ષે ભક્ત વગરની રથયાત્રા (Rathyatra)નું આયોજન અમદાવાદ પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા કરાઇ હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
બપોર સુધી રથ નિજ મંદિરે પરત ફરશે
રથયાત્રા (Rathyatra)ની વાત કરવામાં આવે તો સવારે સાત વાગ્યે નિજ મંદિરથી રથયાત્રા શરૂ થાય છે અને સાંજે સાત વાગ્યાની આસપાસ રથયાત્રા નિજ મંદિરે આવીને પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લેતા રથયાત્રા સવારે સાત વાગે શરૂ કરીને બપોરના સમય સુધીમાં નિજ મંદિરમાં ત્રણેય રથનો પ્રવેશ કરી દેવામાં આવશે. આમ બપોર સુધીમાં રથયાત્રા (Rathyatra)પૂર્ણ કરાશે, તેવું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
રથ ખેંચવા માટે 2 પ્રકાર ના વિકલ્પ
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રથ ખેંચવા માટે બે પ્રકારના વિકલ્પ પણ રાખવામાં આવ્યા છે. જેમાં ભીડ ન થાય તે માટે ટ્રેક્ટરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અમુક ગણતરીના અને સિંહની સંખ્યામાં ખલાસીઓ પાસેથી પરત ખેંચવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ અંતિમ સમયે રાજ્ય સરકાર આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને રથયાત્રા વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે બાબતનું પણ આયોજન કરાઇ રહ્યું છે.
રથયાત્રામાં કેટલા લોકો રહેશે તે બાબતની યાદી મંગાવી
કેબિનેટમાં ચર્ચા થયા મુજબ રથયાત્રાના આયોજન દરમિયાન કેટલા વ્યક્તિઓ હાજર રહેશે તે બાબતની યાદી પણ રાજ્ય સરકારે મંદિર ટ્રસ્ટ પાસેથી મંગાવી હોવાની વાત પણ સામે આવી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો સો જેટલા જ લોકોને રથયાત્રાની અંદર જોડાવાની પરવાનગી આપવામાં આવશે, ત્યારે આ સમગ્ર રથયાત્રા દરમિયાન કોરોનાની ગાઈડલાઇન્સ(Corona guidelines)નું પાલન પણ ફરજિયાત કરવાનું રહેશે.
આ પણ વાંચોઃ જગન્નાથ રથયાત્રા પર પુરીમાં કરફ્યૂ, માત્ર સેવક જ ખેંચશે રથ
રથને ક્યાંય વિરામ આપવામાં નહિ આવે
ભગવાન જગન્નાથ(Lord Jagannath) મંદિરેથી નીકળતી રથયાત્રા(Rathyatra)ને સૌપ્રથમ જમાલપુર વિસ્તારમાં જ એક્તા સંદેશ અને મુસ્લિમ સમાજના આગેવાનો મંદિરના પૂજારીને ચાંદીનો રથ અને ફૂલ હાર ચઢાવે છે, ત્યારે રથને આરામ આપવામાં આવે છે, કોર્પોરેશન પાસે રથને આરામ આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે રથયાત્રા ઝડપથી પૂર્ણ કરવા માટે રથને સમગ્ર રૂટમાં ક્યાંય આરામ આપવામાં નહિ આવે તેવું પણ આયોજન વિચારણા હેઠળ છે.
ટેબલો નહિ હોય, ટ્રક અખાડા પર પ્રતિબંધ
રથયાત્રા(Rathyatra) બાબતે મળતી માહિતી પ્રમાણે 144મી રથયાત્રા છે, આ રથયાત્રા(Rathyatra)માં પણ ગુજરાત અને મહાવત હાજર રહેશે, 3 ભજન મંડળી અને 50 ખલાસી મિત્રો તેમાં જોડાશે, જ્યારે પર્વત પર માત્ર 3 જ વ્યક્તિઓ હાજર રહેશે. આ સાથે જ રથયાત્રા(Rathyatra)માં જોડાનારા ટ્રક અને અખાડા પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે.