ETV Bharat / city

Ramnath Kovind Gujarat Visit: 24 માર્ચે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન - undefined

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે (Ramnath Kovind Gujarat Visit) આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર વિધાનસભામાં 24 માર્ચે સંબોધન કરશે.

Ramnath Kovind Gujarat Visit: 24 માર્ચે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન

author img

By

Published : Mar 22, 2022, 6:10 PM IST

Updated : Mar 22, 2022, 6:23 PM IST

ગાંધીનગર: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે (Ramnath Kovind Gujarat Visit) આવી રહ્યા છે. અત્યારે વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે. આ બજેટ સત્રમાં પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભાગૃહમાં સવારે 11 કલાકથી એક કલાક જેટલું સંબોધન કરશે. રાષ્ટ્રપતિ કોવિંદ 24 તારીખે 11 કલાકે ગુજરાત વિધાનસભામાં સંબોધન કરશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કામગીરી બાબતે- મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભાના ગૃહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભાગૃહમાં એક કલાક જેટલું સંબોધન કરશે. તેઓે વિધાનસભાની કામગીરી લોકસભાની કામગીરી, રાજ્ય સભાની કામગીરી અને સંસદીય પ્રણાલી બાબતે ખાસ ચર્ચા કરશે. જ્યારે કોરોનાના વિપરીત સમયની વિધાનસભા લોકસભા અને રાજ્યસભાની કામગીરીમાં થયેલી અસર બાબતે પણ રાષ્ટ્રપતિ સંબોધન કરશે.
પ્રથમ વખત થઈ રહી છે ઘટના- રાષ્ટ્રપતિ હંમેશા લોકસભા અને રાજ્યસભામાં જ સંબોધન કરતા હોય છે, પરંતુ પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન રાખવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે વિધાનસભાની બીજી બેઠકની રીસેશ દરમિયાન કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી છે. આ બાબતે સત્તાવાર વિધાનસભાગૃહમાં જ જાહેરાત કરવામાં આવશે.

Last Updated : Mar 22, 2022, 6:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.