ગાંધીનગર : covid-19ના કહેર વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર નિવાસસ્થાન ખાતે જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રક્ષાબંધનની ઉજવણીમાં અમુક ગણતરીના જ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે આ સમગ્ર ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી.
રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન ગાંધીનગર સર્કીટ હાઉસ અથવા તો નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનનો ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના કહેરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યા ન હતો, પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવાસસ્થાન ખાતે જ ભાજપના મહિલા આગેવાન અને ગણતરીની સંખ્યામાં મહેમાનો આમંત્રિત કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે રક્ષાબંધન પર્વ પર સાંસદ રમીલા બહેન બારા અને ભાજપા મહિલા મોરચાના પદાધિકારી બહેનોએ ગાંધીનગરમાં રાખડી બાંધી રક્ષાબંધન પર્વની સાદગી પૂર્ણ ઉજવણી કરી હતી.