ગાંધીનગરઃ વેધર વોચ ગ્રૂપ બેઠક બાદ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, આજે મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું છે કે, સવારે 6થી બપોરના 2 સુધી રાજ્યના કોઈ પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1122.25 મિમી વરસાદ થયો છે, જે પાછલા 30 વર્ષની રાજ્યની એવરેજ 831 મીની સરખામણીએ 135.05 ટકા છે.
કૃષિ વિભાગે જણાવ્યું કે, ચાલુ વર્ષે 12 ઓક્ટોબર સુધીમાં અંદાજિત 87.24 લાખ હેક્ટર ખરિફ પાકોનું વાવેતર થયું છે. જે ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન 86.77 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 102.75 ટકા વાવેતર થયું છે.
જ્યારે રાજ્યના સિંચાઈ વિભાગે આ અંગે જણાવ્યું કે, સરદાર સરોવર જળાશયમાં 2,93,503 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 87.85 ટકા છે. જ્યારે રાજ્યના 205 જળાશયોમાં 5,35,298 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 96.10 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઈ એલર્ટ પર 173 જળાશયો, એલર્ટ પર 10 જળાશયો તેમ જ વોર્નિંગ પર 5 જળાશયો છે.
મધ્ય-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી - સૌરાષ્ટ્ર વરસાદ
રાજ્યમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે, પરંતુ હજી પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મંગળવારે વેધર વોચ ગ્રુપ બેઠક યોજાઈ હતી, જેમાં તારીખ 15થી 17 ઓક્ટોબર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં હાઈ એલર્ટ પર 173 જળાશયો, એલર્ટ પર 10 જળાશયો તેમ જ વોર્નિંગ પર 5 જળાશયો છે.