ગાંધીનગર : આ સંદર્ભે ગાંધીનગર વડી કચેરીના નાયબ કમિશ્નર ડૉ.સી.ડી.શેલત તથા અન્ય અધિકારીઓ તેમજ અમદાવાદ ઝોન-રના અધિકારીઓએ સંયુકત રીતે રેડ કરી મીત પટેલ, રહેવાસી સેટેલાઇટ અમદાવાદ પાસેથી જુદી જુદી બેચના જુદા જુદા પેકીંગ વાળા ક્લીયર વેલ આલ્કોહોલીક હેન્ડ રબ/સેનીટાઈઝર, ઉત્પાદક જ્યોતી હર્બ્સ, મહેસાણા તથા પ્રીસ ઇન્સટન્ટ હેન્ડ સેનીટાઇઝર ઉત્પાદક ગ્લેડીયસ પ્રોડક્ટ પ્રા.લી, ધાનોધ, ગાંધીનગર તથા ડોન ઓફ મેન હેર રીમુવલ ક્રીમ ઉત્પાદક બ્યુટી કન્સેપ્ટ, સરખેજ, અમદાવાદની બનાવટો મળી આવતા તેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટ તથા પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામા આવ્યો છે.
રાજ્યના લાયસન્સ વગરના સેનેટાઈઝર ઉત્પાદકો પર રેઇડ, અમદાવાદમાંથી નકલી સેનેટાઈઝર જથ્થો પકડાયો - Gandhinagar
કોરોનાથી કોરોનાથી બચવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સેનેટાઈઝર ઉપયોગ અને હાથ વારંવાર ધોવાની જાહેરાત કરવામાં આવે છે ત્યારે લોકડાઉન દરમિયાન જ કેટલાય તત્વો દ્વારા રાજ્ય સરકારના પરવાનગી વગર જ સેનેટાઈઝરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યારે આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી માહિતીના આધારે અમદાવાદના મકરબા ખાતે ૩૧૮, કિષ્નાનગર સોસાયટી, ભરવાડ વાસ વગર પરવાને એલોપેથીક ફોમ્યુલાવાળી અને મે.જયોતિ હર્બ્સ, ઉમટા મહેસાણાના લેબલવાળા સેનીટાઇઝરનું ઉત્પાદન થતું હોવાનુ ધ્યાને આવ્યુ છે.