- ગુજરાતમાં રાજકીય નિવેદનો શરૂ
- વિધાનસભાની ચૂંટણી નજીક આવતા થઈ રહ્યા છે રાજકીય નિવેદનો
- ગુજરાતમાં પરપ્રાંતીયો અસુરક્ષિત : રઘુ શર્મા
- રઘુ શર્માની માનસિક સ્થિતિ બરાબર નહીં : પ્રદીપ પરમાર
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 15 મહિનાની જ સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હવે રાજકીય ગરમાવો સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. 31 ઓક્ટોબરના રોજ એકતા દિન નિમિત્તે ગુજરાત Congress ના પ્રભારી રઘુ શર્માએ ( Raghu Sharma ) નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં પરપ્રાંતીય લોકો સુરક્ષિત નથી ત્યારે આ સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેના જવાબમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય નાગરિકતા વિભાગના પ્રધાન પ્રદીપ પરમારે ( Minister for Social Justice Pradeep Parmar ) જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની માનસિક પરિસ્થિતિ ખરાબ છે.
શર્માની માનસિક પરિસ્થિતિ ખરાબ : સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મદદ કરીશ
રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટપ્રધાન પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે હું પોતે અમદાવાદના અસારવા વિધાનસભાના ધારાસભ્ય છું. ત્યારે દેશની સૌથી મોટી હોસ્પિટલ મારા વિધાનસભા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં માનસિક રોગો વધુ આવે છે. હું તેમની સારવારમાં મદદ કરીશ. ગુજરાતમાં પરપ્રાંતીયો સુરક્ષિત નહીં હોવાનું રઘુ શર્માએ ( Raghu Sharma ) નિવેદન આપ્યું છે ત્યારે તેઓની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાનું સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન પ્રદીપ પરમારે ( Minister for Social Justice Pradeep Parmar ) જણાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર
જ્યારે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ( Education Minister Jitu Waghani ) જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે અને Congress ગુજરાતમાં સત્તા મેળવવા માટે અનેક પ્રકારના નિવેદનો કરી રહી છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓએ પહેલાં સમાજમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો હતો અને હવે પરપ્રાંતીયોમાં ભાગલા પાડવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી રહી છે અને સત્તામાં આવવાના મરણિયા પ્રયાસો કરી રહી છે.
વર્ષ 2022માં સત્તા તો ભાજપની આવશે : જીતુ વાઘાણી
Congress ના પ્રભારી રઘુ શર્માએ ( Raghu Sharma ) ગુજરાતમાં પરપ્રાંતીઓ સુરક્ષિત ન હોવાનું નિવેદન આપ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ( Education Minister Jitu Waghani ) જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે અને ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ કર્યો છે ત્યારે આવનારી વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ રઘુ શર્માના નિવેદન પર સી. આર. બોલ્યા - આ ગુજરાતીઓની લાગણીનું અપમાન, માફી માગો
આ પણ વાંચોઃ મોરબીમાં Hardik Patel એ પ્રધાન બ્રિજેશ મેરજાની ટીકા કરી