ETV Bharat / city

હાઉસિંગ બોર્ડે અનઅધિકૃત બાંધકામ દૂર તો કર્યા પણ સરકારે નિર્ણયને કર્યો મોકૂફ, ચૂંટણીનો ડર કે પછી... - ગુજરાત હાઉસિંગ બોર્ડનો નિર્ણય મોકૂફ

ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં મકાનમાલિક દ્વારા કરાતા અનઅધિકૃત બાંધકામ (Unauthorized construction in Gujarat Housing Board settlements) દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ કામગીરી અંગે મુખ્યપ્રધાને પણ મહત્વનો નિર્ણય કર્યો હતો.

હાઉસિંગ બોર્ડે અનઅધિકૃત બાંધકામ દૂર તો કર્યા પણ સરકારે નિર્ણયને કર્યો મોકૂફ, ચૂંટણીનો ડર કે પછી...

author img

By

Published : May 9, 2022, 10:49 AM IST

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિનાઓ બાકી છે. જોકે, તે પહેલાં જ રાજ્ય સરકાર જાહેર હિતના અનેક નિર્ણય લઈ રહી છે. ત્યારે હવે ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં મકાનમાલિક દ્વારા કરાતા અનઅધિકૃત બાંધકામ (Unauthorized construction in Gujarat Housing Board settlements) દૂર કરવાની કામગીરી હાઉસિંગ બોર્ડે કરી હતી. પરંતુ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે.

ચૂંટણીનો ડર? - આ અંગે મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીકના સમયમાં આવી રહી છે. ત્યારે ચૂંટણીમાં ભાજપને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને લોકો ભાજપથી દૂર ન જાય તેને ધ્યાનમાં લઈને પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના અનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલા મકાનો તોડવાનો નિર્ણય (Unauthorized construction in Gujarat Housing Board settlements) અત્યારે મોકૂફ કરી દેવામાં આવ્યો છે.

CM અને કેન્દ્રિય ગૃહપ્રધાને કર્યો નિર્ણય - ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અનઅધિકૃત બાંધકામને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ વાત સરકારના કાને પડી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહપ્રધાન અમિત શાહ ધ્યાનમાં આવતા નિર્ણય મોકૂફ (Gujarat Housing Board decision postponed) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Parshuram Jayanti 2022 : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ, ભક્તોમાં ઉત્સાહની લાગણી

મકાનમાલિકો-મકાનધારકોની રજૂઆતનો પ્રતિસાદ - ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં બોર્ડની કે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મંજૂરી વિના મકાનમાલિકો-મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો (Unauthorized construction in Gujarat Housing Board settlements), તોડી પાડવાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોના આવા મકાનમાલિકો-મકાન ધારકોએ કરેલી રજૂઆતનો પ્રતિસાદ તેમણે આપ્યો હતો.

આ પણ વાંચો-મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કર્યું લોકાર્પણ, જાણો તેની ખાસિયત

CMએ હાઉસિંગ બોર્ડને આપી સૂચના - મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એવી સૂચનાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડને આપી છે કે, આવા મકાનમાલિકો-મકાનધારકો દ્વારા કરાયેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઈ પણ કાર્યવાહી, સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા કર્યા બાદ કરવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.