ETV Bharat / city

Police Grade pay : કમિટીઓ અલગ અલગ જિલ્લાના ઝોન બનાવીને પોલીસકર્મીઓના પ્રશ્નો સાંભળશે - ડીજીપી આશિષ ભાટિયા

ગુજરાતના તમામ જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા Police Grade pay માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો આંદોલન શરૂ થતાંની સાથે જ સરકાર દ્વારા ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને અંતે સરકારે કમિટી તૈયાર કરીને પોલીસના પડતર પ્રશ્નો સાંભળવાની તૈયારીઓ શરૂ કરી છે.

Police Grade pay  :  કમિટીઓ અલગ અલગ જિલ્લાના ઝોન બનાવીને પોલીસકર્મીઓના પ્રશ્નો સાંભળશે

author img

By

Published : Nov 1, 2021, 7:37 PM IST

  • Police Grade pay મુદ્દે હવેે કમિટી બેઠક કરશે, ઝોન અને જિલ્લા પ્રમાણે થશે બેઠક
  • પ્રથમ તબક્કામાં ઉત્તર ઝોન સાથે કરશે બેઠક
  • પ્રથમ રાઉન્ડમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીના પોલીસકર્મીઓના પ્રશ્નો સાંભળશે કમિટી

ગાંધીનગર : ગુજરાતમાં પોલીસના પગાર મુદ્દે પરિવારજનો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે Police Grade pay આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો આંદોલન શરૂ થતાંની સાથે જ સરકાર દ્વારા ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને અંતે સરકારે કમિટી તૈયાર કરીને પોલીસના પડતર પ્રશ્નો સાંભળવાની તૈયારીઓ શરૂ કરી છે.

3 નવેમ્બરના રોજ યોજાશે બેઠક

પોલીસકર્મીઓના પડતર પ્રશ્નો મુદ્દે પ્રથમ બેઠક 3 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્ન મુદ્દે કમિટી દ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવશે, સાથે જ Police Grade pay માં કઈ રીતે સુધારો કરવામાં આવે અને પોલીસ કર્મચારીઓને કામના કલાકો કઈ રીતના છે તે તમામ મુદ્દાઓને સાથે રાખીને પ્રથમ બેઠક યોજવામાં આવશે, જેમાં તમામ પ્રશ્નો કમિટી દ્વારા સાંભળવામાં આવશે.

SRP નો પણ થયો સમાવેશ

SRP પોલીસ પણ છેલ્લા અનેક સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માગ કરી રહી છે ત્યારે કમિટીમાં એસઆરપીના પડતર પ્રશ્નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 3 નવેમ્બરના રોજ કમિટીની પ્રથમ બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના મહત્વના જિલ્લા કહેવામાં આવે તો ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ સહિતના પોલીસ કર્મચારીઓની સાથે એસઆરપીના ચાર જૂથના કર્મચારીઓ પણ પોતાની પડતર રજૂઆત માગણી સ્વરૂપે કરશે.

કમિટી તૈયાર કરશે પ્રશ્નાવલિ

3 નવેમ્બરે ઉત્તર ઝોનના પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે ત્યારે કમિટી દ્વારા એક ખાસ પ્રશ્નાવલિ તૈયાર કરવામાં આવશે. જો પ્રશ્નાવલિની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે પડતર પ્રશ્નો કરવામાં આવ્યા હશે તેને સંકલિત કરવામાં આવશે. આ ઉપરાંત જે વધારાના પ્રશ્નો હશે તેને પણ પોલીસ કમિટી દ્વારા ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ઝોનના પોલીસ કર્મચારીઓના સમાન પ્રશ્નોની એક પ્રશ્નાવલિ તૈયાર કરીને કમિટી દ્વારા તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

કમિટીમાં કોણ કોણ રહેશે સભ્ય

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ ( DGP Ashish Bhatia ) પત્રકાર પરિષદને સંબોધતા પાંચ અધિકારીઓની એક ખાસ કમિટીની રચના કરી હોવાની જાહેરાત કરી હતી. ત્યારે આ કમિટીમાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો અથવા તો આંદોલનકારીઓને જગ્યા આપવામાં આવી નથી અને તેમને સભ્ય બનાવવાની કોઈ જરૂરત નહીં હોવાનું નિવેદન પણ આશિષ ભાટિયાએ કર્યું હતું. સમિતિમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક વહીવટી વિભાગના આઇપીએસ અધિકારી બ્રિજેશ કુમાર ઝાની ( IPS Brijesh Kumar Jha ) અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યાર બાદ નાણાં વિભાગના સચિવ, સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ, ગૃહ વિભાગના નાયબ સચિવ તથા ડીજીપી ઓફિસના મુખ્ય નાણા વિભાગના અધિકારીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

2 મહિનામાં રજૂ કરવામાં આવશે રિપોર્ટ

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ પ્રમાણે રાજ્ય સરકારે જે કમિટીની રચના કરી છે તેમાં તમામ પોલીસ કર્મચારીઓના મુદ્દાઓને ધ્યાનમાં લઇને ખાસ કમિટી માટે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ બે મહિનાની અંદર રાજ્ય સરકારમાં જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અને માગણીઓને કમિટી દ્વારા લેખિત અરજી અથવા તો પોલીસ અધિકારીમાં ફોરમને ધ્યાનમાં લઈને કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પોલીસ આંદોલન બાબતે DGP ની પત્રકાર પરીષદમાં કયાં મુદ્દાઓ પર થઇ ચર્ચાઓ તે અંગે જાણો...

આ પણ વાંચોઃ Grade pay issue : HM Harsh Sanghvi સાથે પોલીસ પરિવારજનોની બેઠક પૂર્ણ, કોઇ સ્પષ્ટતા નહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.