ETV Bharat / city

PM Modi inaugurates Kumar Hostel: ગુજરાતના શિક્ષણ અને સંસ્કારની મદદથી હું દેશની સેવા કરી રહ્યો છુંઃ PM - સ્કિલ ડેવલપમેન્ટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના અડાલજ ખાતે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું (PM Modi inaugurates Kumar Hostel) વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં પ્રાકૃતિક ખેતી (PM Modi on Natural farming) સહિતના વિવિધ મુદ્દા પર ભાર આપ્યો હતો.

PM Modi inaugurates Kumar Hostel: ગુજરાતના શિક્ષણ અને સંસ્કારની મદદથી હું દેશની સેવા કરી રહ્યો છુંઃ PM

author img

By

Published : Apr 12, 2022, 11:43 AM IST

Updated : Apr 12, 2022, 2:17 PM IST

ગાંધીનગરઃ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનો આજે ઉદ્ઘાટન સમારોહ (PM Modi inaugurates Kumar Hostel) યોજાયો હતો, જેમાં અડાલજ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંકુલનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ વડાપ્રધાને હિરામણી આરોગ્ય ધામનું વર્ચ્યૂઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું.

છાત્રાલયમાં અદ્યતન લાઈબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ

લોકોની મદદ કરવાનો ગુજરાતનો સ્વભાવ - આ પ્રસંગે વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માતા અન્નપૂર્ણાના આશીર્વાદ સાથે મને તમારી વચ્ચે આવવાનો અવસર મળી રહ્યો છે. લોકોની મદદ કરવાનો ગુજરાતનો સ્વભાવ રહ્યો છે. ગુજરાતે મને જે શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે. તેના કારણે હું દેશની સેવા કરી રહ્યો છું. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાત હંમેશા સૌના પ્રયાસથી ચાલનારું રાજ્ય છે. આ બધું મા અન્નપૂર્ણાના આશીર્વાદથી થાય છે.

વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી પર આપ્યો ભાર
વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી પર આપ્યો ભાર

સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર આપવો જરૂરી - વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, બાળકોની સ્કિલ ડેવલપમેન્ટ (PM Modi on Skill Development) પર ભાર આપવો જરૂરી છે. હવે ગુજરાતે હરણફાળ ભરવાની છે. ગુજરાતે આ કામમાં દેશનું નેતૃત્વ કરવું જોઈએ. ગુજરાતના પ્રોફેશનલ જગતના લોકોએ આમને મદદ કરવી જોઈએ. આજે સમગ્ર વિશ્વમાં ફાર્મસીમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. ગુજરાતની દવા બનાવનારી કંપનીઓનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે.

લોકોની મદદ કરવાનો ગુજરાતનો સ્વભાવ
લોકોની મદદ કરવાનો ગુજરાતનો સ્વભાવ

શિક્ષણ અને આરોગ્ય સેવામાં પાટીદાર સમાજ આગળ રહ્યો છે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય સેવામાં પાટીદાર સમાજ હંમેશા આગળ રહ્યો છે. આજે જે આરોગ્ય ધામ બની રહ્યું છે. તે ગુજરાતની સામાન્ય જનતાને સારો લાભ થશે.

વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી પર આપ્યો ભાર - વડાપ્રધાનને અંબાજીમાં થતા વિકાસ અંગે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં પ્રવાસન માટે ખૂબ આગળ આવીને કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિકાસની સાથે સાથે સ્વચ્છતા રાખવી પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત વડાપ્રધાને ગુજરાત સરકારે ઝડપી કોરોના રસીકરણ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજના સમયમાં જમીન બચાવવા પ્રાકૃતિક ખેતી (PM Modi on Natural farming) કરવી ખૂબ જ જરૂરી છે. આથી પ્રાકૃતિક ખેતી કરવા લોકો આહ્વાન પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું કર્યું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન

આ પણ વાંચો- BJP Central Zone Meeting : PM Modiના દાહોદ પ્રવાસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાશેઃ પાટીલ

આરોગ્ય અંગે વડાપ્રધાને શું કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ સંબોધનમાં (PM Modi inaugurates Kumar Hostel) જણાવ્યું હતું કે, દેશમાં ઓછા સાધનોની વચ્ચે દેશના તમામ જિલ્લાઓમાં નિઃશુલ્ક ડાયાલિસીસની સુવિધા છે. તેની લોકોને મદદ મળી રહી છે. જનઔષધી કેન્દ્રમાં દરેક દવા ખૂબ જ રાહત દરે મળે છે. મધ્યમ વર્ગના લોકો જનઔષધી કેન્દ્રમાંથી દવા લે તો તેને ઘણો ફાયદો થશે.

અન્નપૂર્ણાધામના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન પણ રહ્યા ઉપસ્થિત

આ હશે સુવિધાઓ - અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટ પ્રમુખ નરહરિ અમીને (Annapurna Dham Trust President Narhari Amin) જણાવ્યું હતું કે, 9,000 ચોરસ વાર જમીન પર અંદાજિત 50 કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્યધામ બનાવવામાં આવશે, જેમાં એકસાથે 14 લોકો ડાયાલિસીસ કરી શકાશે. સાથે જ 24 કલાક બ્લડ બેન્ક 24 કલાક દવાની દુકાન ચાલુ રહેશે. આ ઉપરાંત પેથોલોજી લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ રે, ફિઝિશિયન જેવી સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો- PM Modi inaugurates Kumar Hostel: ગુજરાતના શિક્ષણ અને સંસ્કારની મદદથી હું દેશની સેવા કરી રહ્યો છુંઃ PM

અદ્યતન લાઈબ્રેરી પણ ઉપલબ્ધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કુમાર છાત્રાલયનું (PM Modi inaugurates Kumar Hostel) લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં GPSC, UPSCના ટ્રેનિંગ સેન્ટર, 200 વિદ્યાર્થી બેસી શકે તેવી અદ્યતન લાઈબ્રેરી, સ્પોર્ટ્સ રૂમ, પ્રાથમિક સારવાર મળી રહે તેવી સગવડ હશે. જ્યારે 45 કરોડ રૂપિયાના ખર્ચે ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. અહીં 500 લોકો એકસાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. જ્યારે છાત્રાલયમાં 600 વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે.

Last Updated : Apr 12, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.