ETV Bharat / city

Gujarat Cabinet Meeting: અનેક વસ્તુના ભાવ ઘટાડા પર થઈ શકે છે ચર્ચા - PM Modi visits Gujarat

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ (PM Modi visits Gujarat) સહિત કેટલીક વસ્તુના ભાવ ઘટાડા અંગે પણ ચર્ચા થઈ શકે છે.

Gujarat Cabinet Meeting: અનેક વસ્તુના ભાવ ઘટાડા પર થઈ શકે છે ચર્ચા

author img

By

Published : May 25, 2022, 9:12 AM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 25મીના (આજે) રોજ બપોરે 2:00 કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. કેબિનેટ બેઠકમાં ચર્ચાની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, અને ત્યારબાદ વડાપ્રધાન મોદી ફરીથી 9-10 જૂનના રોજ ચીખલી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. આ બન્ને કાર્યક્રમ બાબતે કેબિનેટ બેઠકમાં ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

પ્રી મોન્સૂનની કામગીરી બાબતે આયોજન - ગુજરાતમાં ચોમાસાની સીઝનને હવે ગણતરીના દિવસો જ વાર છે, ત્યારે રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાની દ્વારા પ્રિમોન્સૂન કામગીરી (Gujarat Pre Monsoon Operation) હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં વધુ પ્રમાણમાં પાણી ન ભરાય અને લોકોને હેરાન પરેશાન ન થવું પડે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ પ્રિ-મોન્સૂન કામગીરી બાબતે આયોજન અને ચર્ચા કરીને બેઠકમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022એ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે, ત્યારે વરસાદની સિઝનમાં કોઈપણ નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં હેરાન ન થાય તે બાબતનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat Cabinet Meeting: આજની કેબિનેટ બેઠકમાં ગીર અને ગૌમાતાના ફાયદા માટે લેવાયો નિર્ણય

પેટ્રોલ ડીઝલના ભાવ બાબતે ચર્ચા - કેન્દ્ર સરકારે હમણાં જ દિવસ પહેલા જ એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો છે, ત્યારે ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) ધ્યાનમાં લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયાનો ઘટાડો કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ, સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી ઓછું તેજ હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત સરકારની મંડળી કેબિનેટ બેઠકમાં પણ થોડામાં થોડી રાહત પ્રજાને આપવામાં આવી તે બાબતે પણ ચર્ચા થઇ શકે છે.

કેન્દ્રીય વન પ્રધાનની મુલાકાત બાદની ચર્ચા - 24મીના રોજ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને જૂનાગઢના જંગલની મુલાકાત લીધી હતી, ત્યારે અનેક સૂચનો અને નવી બાબતોની પણ રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાનને કરવામાં આવી હોય તેવી શક્યતાઓ છે. આ બાબતે કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting Today Discussion) પણ ચર્ચાઓ થઈ શકે છે. તેમજ જંગલના અન્ય પ્રાણીઓના સુરક્ષા સંવેદન સાથે જ આસપાસના રહીશોને પણ સુરક્ષા અને આવનારા પ્રોજેક્ટ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Cabinet Meeting: રાજ્ય સરકારે કેબિનેટમાં કર્યા મહત્વના નિર્ણય, જાણો એક ક્લિક પર

વડાપ્રધાન મોદીના કાર્યક્રમની ચર્ચા - 26મીના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને (PM Modi visits Gujarat) આઠ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા દસ દિવસ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સંગઠન પણ સાથે રહેશે, ત્યારે કેબિનેટ બેઠકમાં રાજ્ય કક્ષાના પ્રધાનો અને કેબિનેટ કક્ષાના પ્રધાનો અને જે-તે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.