- પાટીદાર અનામત આંદોલનના કેસો પરત ખેંચવા માટે મુખ્યપ્રધાન નિવાસ્થાને બેઠક યોજાઇ
- CMએ કેસો પાછા ખેંચવાની અને શહીદ પરિવારને નોકરી આપવાની બાહેધરી આપી
- રાજદ્રોહના કેસો ગુજરાત સરકાર પાછા ખેંચશે
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન (Patidar reserve movement) સમયે પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા મામલે મુખ્યપ્રધાનના નિવાસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાટીદાર આગેવાનો તેમજ ખોડલધામના ચેરમેન (Chairman of Khodaldham) નરેશ પટેલ તેમજ દિનેશ બાભણીયા, ગીતા પટેલ, અલ્પેશ કથરિયા સહિતના આગેવાનો આ બેઠકમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને જોડાયા હતા. જેમાં પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવા અને તેમના પરિવારને મદદ થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
પાસ કન્વીનર દિનેશ બાંભણિયા એ જણાવ્યું હતું
પાસ કન્વીનર દિનેશ બાંભણિયા એ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન દુબઈના પ્રવાસે જવાના છે, જેઓ પરત આવશે ત્યારે અન્ય પ્રધાનો તેમજ અધિકારીઓ સાથે કેસો પરત ખેંચવાને લઈને બેઠક કરશે. તેવું તેમને મિટિંગમાં જણાવ્યું હતું. આ ઉપરાંત નોકરી આપવાની બાબતે ગત સરકારે જે નક્કી કર્યું હતું તે મુજબ આ બેઠકમાં નોકરી આપવાની બાહેધરી પણ શહિદ પરિવારોને આપવામાં આવી છે. આ કાર્ય સમયની મર્યાદામાં પૂર્ણ કરવાનું આશ્વાસન મુખ્યપ્રધાને સોમવારે મળેલી બેઠકમાં આપ્યું હતુ.
આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર
146 કેસો પાછા ખેંચાશે જેમાં બે રાજદ્રોહના કેસો
રાજદ્રોહના કેસમાં પણ યોગ્ય સમયે નિર્ણય લેશે તેવું આશ્વાસન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપ્યું હતું. જેમાં રાજદ્રોહના કેસો ગુજરાત સરકાર પાછા ખેંચશે. અગાઉ ઘણા કેસો પાછા ખેંચાયા છે. પરંતુ કેટલાક કેસો હજુ બાકી રહી ગયા છે. જેમા 485 FIRમાંથી 228 FIR વીથ ડ્રો કરવામાં આવી છે. જેમાં બાકીના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા અટકી ગઈ છે. અત્યારે 146 ફાયર સાથેના કેસો કે જેમાં બે રાજદ્રોહના કેસનો પણ સમાવેશ થાય છે. જે પરત ખેંચવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતુ.
આ પણ વાંચો: પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાય તે સારી બાબત: નરેશ પટેલ
પૂર્વ સરકારમાં 4 વાર કેસો પરત ખેંચવા મામલે રજૂઆત કરવામાં આવી હતી
પૂર્વ સરકારમાં 4 વાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ વાતને લઈને કોઈ નિર્ણય ના આવતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે પહેલીવાર તેમના નિવાસ્થાને બેઠકનું આયોજન કરવામાં અવાયું હતું.