ETV Bharat / city

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન 9મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે. જેનો શુભારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજપીપળાથી કરશે.

rupani
‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
author img

By

Published : Aug 8, 2021, 3:19 PM IST

  • 9મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે શુભારંભ
  • 90 લાખ જેટલાં આદિવાસીને સ્પર્શતા વિકાસના કાર્યોને અપાશે મહત્વ
  • કાર્યક્રમનો શુભારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજપીપળાથી કરાવશે

ગાંધીનગર : આદીવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે સગવડો માટેના કામો થયા છે અને આ જ યોજનાને આગળ ધપાવી રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2ની જાહેરાત કરી છે. વનબંધુ હિતલક્ષી દિર્ઘ દ્રષ્ટીપુર્ણ યોજનાઓની સાથોસાથ છેવાડાના લાભાર્થી સુધી તે યોજનાનો લાભ મળે તેનુ રીયલ ટાઇમ ફોલોઅપ અને સમયબધ્ધ આયોજનને કારણે રાજ્ય આદિજાતિ વિસ્તારના લોકોની આર્થિક-સામાજિક વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે. આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કરે તે દિશામાં આગામી કાર્યો કરવામાં આવશે.

817 કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે

વિશ્વ આદિવાસી દિવસે 5 લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂપિયા 80 કરોડની ચુકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ 2000 આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ 1000 આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ 2,0000 લાભાર્થીઓને રૂપિયા 56 કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂપિયા 355 કરોડના ખર્ચે 149 કામોનું લોકાર્પણ અને રૂપિયા 462 કરોડના ખર્ચે 37 કામોનું ખાતમુહર્ત એમ કુલ 817 કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે.

આ પણ વાંચો: આજે ‘પાંચ વર્ષ જનસુખાકારીના’, 'શહેરી જન સુખાકારી દિન’ તરીકે કરાશે ઉજવણી

9 લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવશે

વિજય રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-2 અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1 લાખ કરોડ ફાળવ્યા છે. જે અંતર્ગત 9 લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવશે. છેલ્લા 13 વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂપિયા. 97 હજાર કરોડની રકમ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવી છે. જે થકી રાજયના આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યા છે.

ગુજરાત રાજય ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં “ગુજરાત રાજય ટ્રાયબલ યુનિવર્સિટી” સ્થાપવાનો નિર્ણય કરેલ છે. આ યુનિવર્સિટીની સ્થાપનાનો મુખ્ય હેતુ રાજયના આદિજાતિ સમુદાયના વિધાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત શિક્ષણ પુરૂં પાડવા, રોજગારક્ષમ ટેકનીકલ ડીપ્લોમા, સર્ટીફીકેટ કોર્સ જેમાં આદિજાતિ વિસ્તારના રોજગાર ક્ષેત્રોને કાર્યક્ષમ બનાવવા ડેરી અને ડેરી આધારિત ઉધોગ, કૃષિ-વન આધારિત કુશળતાઓનો વિકાસ, વિજ્ઞાન, ટેકનીકલ, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોમાં વિભાગો શરૂ કરવામાં આવશે. બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં જીતનગર ગામનાં 16 હેકટર જેટલી જમીન રાજય સરકારે ફાળવણી કરી છે.

રાજ્યભરમાં ટેકનોલોજીથી સજજ 34 એકલવ્ય મોડેલ સ્કૂલ કાર્યરત

આદિવાસી બાંધવોનું કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં અને તમામ બાળકોને પાચાનું શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્યભરમાં ટેકનોલોજીથી સજજ 34 એકલવ્ય મોડેલ સ્કૂલ કાર્યરત છે. જેમાં ડિજિટલ બોર્ડ, ઓવરહેડ પ્રોજેકશન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાથે આધુનિક શિક્ષણની સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે અને આદિવાસી બાળકોને વર્લ્ડ ક્લાસ અધતન સવલતો સાથે અભ્યાસની તક પૂરી પાડી છે. સાથે સાથે 765 જેટલી આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને એક્લવ્ય શાળાઓના 1 લાખ 35 હજાર વિધાર્થીઓને રહેવા, જમવા તથા અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: TOKYO OLYMPICS 2020: આજે યોજાશે સમાપન સમારોહ, પૂનિયા હશે ભારતનો ધ્વજવાહક

રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાનીનું મ્યુઝીયમ ઉભું કરવામાં આવશે

આદિવાસી સંસ્કૃતિના ભવ્ય વારસાને દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવા તથા સાંસ્કૃતિક ધરોહરથી લોકો માહિતગાર થાય એ માટે રૂપિયા 103 કરોડના ખર્ચે આદિજાતિ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં રાજયના નર્મદા જીલ્લા “રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાનીનું” મ્યુઝીયમ ઉભું કરવામાં આવશે. રાષ્ટ્રીય મ્યુઝીયમનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ મ્યુઝીયમના મુખ્ય આકર્ષણોમાં 3ડી પેનોરમા, ડી ડિસ્પ્લે, લેસર અને કમ્પ્યુટર ટેકનિકથી આદિવાસી સાંસ્કૃતિક વારસો પ્રસ્તુત કરાશે. સાથેસાથે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોની ભવ્ય જીવન ઝાંખીની સહેલાણીઓને જાણકારી પણ ઉપલબ્ધ થશે. 70 એકર જમીનમાં ઊભું થનારું આ મ્યુઝીયમ દેશ અને રાજ્યોની એકતા અને અખંડિતતાને સુપેરે પ્રસ્તુત કરશે.

96 હજાર આદિવાસીઓના વ્યક્તિગત, સામૂદાયિક જમીની દાવા મંજૂર કરાયા

રાજ્યના આદિવાસી બાંધવોને જમીનનું રક્ષણ મળી રહે અને તેઓ જમીનના માલિક બને એ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક પગલું ભરી તેમને જમીનની માલિકીની સનદો પૂરી પાડી છે. જે અંતર્ગત 88,859 જેટલા વ્યક્તિગત દાવાઓ મંજૂર 1,39,710 એકર વન જમીન ઉપર આદિવાસી બાંધવોને અધિકારો પૂરા પાડ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં વન અધિકાર અધિનિયમ હેઠળ 14 જિલ્લાના અંદાજીત 96 હજારથી વધુ આદિવાસીઓને વ્યક્તિગત અને સામૂદાયિક જમીની દાવા મંજૂર કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.