- ખાનગી કંપનીઓને સરકારે ફાયદો કરાવ્યો હોવાનો આક્ષેપ
- સરકારી પ્રાથમિક શાળાઓમાં 5,216 ઓરડાઓ વાપરવા લાયક નથી
- 2 વર્ષમાં માત્ર 622 ઓરડાઓના કાટમાળ હટાવ્યા
- 3245 ઓરડાઓના કાટમાળ હટાવવાના બાકી
ગાંધીનગર : રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા સિન્ટેક્સના ઓરડાઓ બનાવવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેને લઇને કોંગ્રેસે શુક્રવારના રોજ વિધાનસભામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સવાલ કર્યો હતો કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલા સિન્ટેક્સના ઓરડાઓ વાપરવા લાયક છે. જેને લઇને શિક્ષણ પ્રધાને જવાબ રજૂ કરતા જણાવ્યું કે, રાજ્યના 31 જિલ્લામાં માત્ર 1,450 ઓરડાઓ વાપરવા લાયક છે.
આ પણ વાંચો - રાજ્યમાં ઉનાળા માટે પીવાના પાણીનો પૂરતો સ્ટોક, ઉનાળા પાકને લઈને નર્મદાનું પાણી છોડવામાં આવશે : નીતિન પટેલ
5,216 વાપરવા લાયક નથી અને જર્જરિત હાલતમાં
શિક્ષણ પ્રધન દ્વારા લેખિતમાં રજૂ કરવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, 5,216 વાપરવા લાયક નથી અને જર્જરિત હાલતમાં છે. 2 વર્ષમાં માત્ર 622 ઓરડાઓના કાટમાળ દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તો 3,245 ઓરડાઓ એવા છે કે, જેમનો કાટમાળ હટાવાનો બાકી છે. કારણ કે, સરકાર દ્વારા મજૂરી આ માટેની ચૂકવામાં આવી નથી.
આ પણ વાંચો - મારા પ્રશ્નનો નાયબ મુખ્યપ્રધાને ઉડાઉ જવાબ આપ્યો : કનુ બારૈયા