ETV Bharat / city

Omicron in Gujarat: વિદેશથી આવેલ મુસાફરોના ટેસ્ટિંગ નિયમો બદલાયા

સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત (Omicron in Gujarat)માં પણ 30 જેટલા કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે (Manoj agrawal on omicron) જણાવ્યું હતું કે, જે લોકો વિદેશથી આવતા હતા તે લોકો માટે પહેલા એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવતું હતું અને ત્યારબાદ સાતમા દિવસે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવે આ નિયમોમાં સુધારો-વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઉપર કર્યા બાદ તેઓને ત્રીજા અને પાંચમાં દિવસે પણ ટેસ્ટિંગ કરવામાં આવશે.

Omicron in Gujarat: વિદેશથી આવેલ મુસાફરોના ટેસ્ટિંગ નિયમો બદલાયા
Omicron in Gujarat: વિદેશથી આવેલ મુસાફરોના ટેસ્ટિંગ નિયમો બદલાયા
author img

By

Published : Dec 23, 2021, 9:04 PM IST

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત (Omicron in Gujarat)માં પણ 30 જેટલા કેસ સામે આવ્યા છે. આ કેસ હજુ વધે નહિ અને સંક્રમણ ફેલાય નહીં તે બાબતે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં ટેસ્ટિંગ ઝડપી કરવામાં આવે આ ઉપરાંત જે પણ મુસાફરો વિદેશથી આવી રહ્યા છે, તેમના ટેસ્ટિંગ (Omicron testing on airport ) અને ટ્રેકિંગના નિયમો અંગે પણ સુધારો-વધારો કરવામાં આવ્યો છે..

Omicron in Gujarat: વિદેશથી આવેલ મુસાફરોના ટેસ્ટિંગ નિયમો બદલાયા

હવે 3 અને 5માં દિવસે ટેસ્ટ થશે

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે (Manoj agrawal on omicron ) જણાવ્યું હતું કે, જે લોકો વિદેશથી આવતા હતા તે લોકો માટે પહેલા એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવતું હતું અને ત્યારબાદ સાતમા દિવસે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવે આ નિયમોમાં સુધારો-વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઉપર કર્યા બાદ તેઓને ત્રીજા અને પાંચમાં દિવસે પણ ટેસ્ટિંગ (Testing rules for foreign passengers) કરવામાં આવશે. જેથી તંત્ર પણ વધુ પ્રસરે નહિ આમ સાત દિવસથી ફરજિયાત આઇસોલેશન પિરિયડ હેઠળ રહેવું પડશે સાતમા દિવસ બાદ ટેસ્ટ કર્યા પછી જો નેગેટિવ પરિણામ આવે તો જ તેઓ બહાર નીકળી શકશે..

ડેલ્ટા વેરિયન્ટ જેટલો ખતરનાક નથી ઓમિક્રોન વેરિયન્ટ

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે ગયા વર્ષે પરિસ્થતિ હતી એટલો ખતરનાક આ નવો વાયરસ નથી. મહત્વની વાત કરવામાં આવે તો આ વાયરસ સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ (New variant in Gujarat) ડેલ્ટા વેરિયન્ટ કરતાં નબળો વેરિયન્ટ છે, પરંતુ જે રીતે વિદેશમાં સતત કેસે વધારે સામે આવી રહ્યા છે, તેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં ખાસ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારે દવાનો સ્ટોક હોસ્પિટલની સંખ્યા, હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા, બાબતે પણ ખાસ સુચના આપવામાં આવી છે. જે તમામ જિલ્લાઓમાં પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન અને કોરોનાની મહત્વની તમામ દવાઓની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે..

એરપોર્ટમાં અત્યાર સુધીમાં 31000થી વધુ ટેસ્ટ

વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લોકો ગુજરાતમાં આવ્યા છે. તે તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 33 લોકો અલગ કંટ્રીમાંથી આવ્યા છે, તે લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે આ તમામ લોકોને સાત દિવસ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ 75 હજારથી વધુ દૈનિક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે આવનારા સમયમાં હજુ પણ વધુ ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની તમામ 8 મોટી કોર્પોરેશનમાં ખાસ સુચના આપવામાં આવી છે. કે જે રીતે કેસ વધી રહ્યા છે, તે શા કારણથી કેસ વધી રહ્યા છે તેમજ ટેસ્ટ અને સર્વેલન્સની કામગીરી વધારવા માટેની પણ સૂચના આપવામાં આવી છે..

આ પણ વાંચો: Omicron in Vadodara: વડોદરામાં નોંધાયા વધુ 7 ઓમિક્રોનના કેસ

  • ગુજરાતમાં ઓમિક્રોનની પરિસ્થિતિ

કુલ કેસ: 30

સારવાર હેઠળ: 25

રજા આપેલ દર્દીઓ: 04

ડેથ: 00

  • જિલ્લા પ્રમાણે બ્રેક અપ

જામનગર કોર્પોરેશન: 03 (3 ડિસ્ચાર્જ)

સુરત કોર્પોરેશન: 02 (1 ડિસ્ચાર્જ)

ગાંધીનગર કોર્પોરેશન: 01

અમદાવાદ કોર્પોરેશન: 7

વડોદરા કોર્પોરેશન: 10 (1 ડિસ્ચાર્જ)

મહેસાણા: 03

આણંદ: 03

રાજકોટ: 01

  • વેક્સિનેશનની પરિસ્થિતિ

રાજ્યની કુલ સંખ્યા: 4,93,20,903

પ્રથમ ડોઝ : 4,66,17,495 (94.5%)

બીજો ડોઝ : 4,10,79,357 (93.00%)

કુલ ડોઝ : 8,76,96,852

પ્રથમ ડોઝમાં બાકી : 27,03,408

બીજા ડોઝમાં બાકી : 30,88,722

27 ડિસેમ્બરના રોજ મહાઝુંબેશ

રાજ્યમાં વેક્સિનની કામગીરી સતત ચાલી રહી છે, ત્યારે મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પ્રથમ ડોઝમાં 27,03,408 નાગરિકો અને બીજા ડોઝમાં 30,88,722 નાગરિકો બાકી છે, રાજ્ય સરકાર દ્વારા 27 ડિસેમ્બરના રોજ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં બાકી રહી ગયેલા તમામ નાગરિકોનુ રસીકરણ કરવામાં આવશે, આમ રસીકરણની કામગીરી ઝડપી કરીને ગુજરાતમાં ત્રીજી લહેરને રોકવા માટેનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવ્યું છે..

આ પણ વાંચો: Omicron અંતિમ વેરિયન્ટ ન હોઈ શકે, પરંતુ તે ચિંતાનો અંતિમ વેરિયન્ટ હોઈ શકે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.