- ફોનથી ધમકી આપવા મામલે ગુજરાતમાં નોંધાયા અનેક ગુનાઓ
- સેન્ટર 2 દિવસમાં FSL રિપોર્ટ સબમિટ કરાશે
- હાલનો અવાજ રેકોર્ડ કરી જુના રેકોર્ડિંગ સાથે સરખાવાશે
ગાંધીનગર : FSLમાં રવિ પૂજારી( Ravi Pujari )નો હાલનો અવાજ રેકોર્ડ કરવામાં આવશે. જુના રેકોર્ડિંગ સાથે હાલનો અવાજ સરખાવવામાં આવશે. તેમાં પણ ખાસ શબ્દ ઉચ્ચારણ પર અવાજનું એનાલિસિસ કરવામાં આવશે. રવિ પૂજારી સામે ફોનથી ધમકી આપવા મામલે ગુજરાતમાં ઘણા ગુના નોંધાયા છે, ત્યારે આ ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી 2 દિવસમાં FSL દ્વારા આ ટેસ્ટ( Voice Spectrography Test ) રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.
આ પણ વાંચો: કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારી મામલે ક્રાઇમ બ્રાન્ચે કર્યા વધુ ખુલાસા
રવિ પૂજારી સામે નોંધાયેલા 23 ગુનામાં તેજ તપાસ
રવિ પૂજારીના નામે ફોન પર ધમકી આપવાના અનેક ગુનાઓ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં નોંધાયા છે. જેમાં રવિ પુજારીએ લોકોને ધમકી આપી તેના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિ ટેસ્ટ કરવામાં આવશે. જેમા બોરસદ ખાતેના ગુનામાં ફોનથી ધમકી આપવી તે મામલે પણ તપાસ કરાશે, આ ઉપરાંત નેતાઓને પણ રવિ પુજારી દ્વારા ફોન પર ધમકી આપવાનું સામે આવ્યું છે, ત્યારે આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
શક્તિસિંહ ગોહિલ સહિતના લોકોને આપી ધમકી
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને ફોન પર ધમકી આપવાનો મામલો પણ સામે આવ્યો છે, આ પ્રકારના ગુનાઓ ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત, બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ રવિ પુજારીએ ધમકી આપી હતી. અમૂલના MD સહિત અનેક મોટા વેપારીઓની ધમકી આપવાના ગુના રવિ પૂજારીના નામે નોંધાયા છે. આથી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રવિ પૂજારી સામે કડક કાર્યવાહી કરી છે. લગભગ 23 જેટલા ગુનાઓ નોંધાયા છે, જેથી આ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
FSLમાં રવિ પૂજારીની તપાસ હાથ ધરાશે
ગાંધીનગર ખાતે જુદા જુદા ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને ટેકનિકલ તપાસ માટે લાવવામાં આવે છે, ત્યારે આજે સોમવારે સવારે 11:30 કલાકે રવિ પૂજારીને પણ અહીં ગાંધીનગર ખાતે પોલીસ કાફલા સાથે લાવવામાં આવ્યો હતો. લગભગ 1થી 2 કલાક રવિ પૂજારીની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિ કરવામાં આવી હતી. પોલીસે કાયદાકીય સકાંજો કસવા ટેકનિકલ તપાસ હાથ ધરી છે.
FSL દ્વારા અવાજનું એનાલિસિસ
રવિ પૂજારીએ ફોન પર આપેલી ધમકીના આધારે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિ કરવામાં આવશે. જેમાં જે તે સમયે ધમકી આપેલી સ્ક્રીપ્ટ મુજબ વોઇસ લેવામાં આવશે. આ ઉપરાંત, ખાસ શબ્દ ઉચ્ચારણ પર અવાજનું એનાલિસિસ FSL દ્વારા કરાશે. તેમાં તેને ધમકી આપી છે કે નહીં તે પુરવાર કરવા અંગે તપાસ હાથ ધરાઈ છે.