ETV Bharat / city

Covid SOP In Gujarat: મલ્ટિપ્લેક્સ 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા કરાઈ માગ - Demand to start night shows in multiplexes

રાજ્યના મલ્ટિપ્લેક્સના માલિકોએ મલ્ટિપ્લેક્સ 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા સરકાર પાસે માગ (Multiplex Association Appeal to the government) કરી છે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આજે નવી SOP જાહેર કરશે. જોકે, તે પહેલા મલ્ટિપ્લેક્સના માલિકોએ સરકારને રજૂઆત કરી હતી. ત્યારે સરકાર આજે નવી એસઓપી જાહેર કરે તેવી (New SOP for State) શક્યતા છે

New SOP for State: મલ્ટિપ્લેક્સ 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા કરાઈ માગ

author img

By

Published : Feb 10, 2022, 12:53 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શાંત પડી રહી છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસથી કોરોનાના કેસ સતત ઘટી (Corona Cases in Gujarat) રહ્યા છે. રાજ્યમાં 1 ફેબ્રુઆરીએ 8,338 કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 9 ફેબ્રુઆરીએ કોરોનાના નવા 2,560 કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં જે ગાઈડલાઈન અમલમાં છે. તેમાં સુધારો વધારો (New SOP for State) કરવામાં આવશે.

મલ્ટિપ્લેક્સમાં 100 ટકા કેપેસિટીની માગ

મલ્ટિપ્લેક્સમાં 100 ટકા કેપેસિટીની માગ

રાજ્યમાં કોરોનાના ઘટતા કેસને જોતા મલ્ટિપ્લેક્સના માલિકોએ પણ રાજ્ય સરકારને રજૂઆત (Multiplex Association Appeal to the government) કરી છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશને રાજ્યના ગૃહ વિભાગમાં આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ એસોસિએશને રાત્રિના શો ફરીથી શરૂ કરવા માગ (Demand to start night shows in multiplexes) કરી હતી. સાથે જ 8 મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂનો સમય રાત્રે 1 વાગ્યાનો કરવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો- સરકારની મંજૂરી છતાં મોરબીમાં તમામ સિનેમાઘર હજી પણ બંધ, 100 ટકા ક્ષમતા સાથે સિનેમાઘર શરૂ કરવા માગ

મલ્ટિપ્લેક્સના માલિકોને 2 વર્ષમાં 3,000 કરોડ જેટલું નુકસાન થયું

મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે (Multiplex Association Appeal to the government) જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં કોરોના ના કારણે મલ્ટિપ્લેક્સમાં 3,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. ત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાત્રિના શો ફરી શરૂ કરવાની સરકારે મંજૂરી આપવી જોઈએ તેવી પણ માગ કરી હતી.

17 નગરોમાંથી રાત્રિ કરફ્યૂ હટશે

રાત્રિ કરફ્યૂની વાત કરીએ તો જે રીતે કેસમાં સતત (Corona Cases in Gujarat) વધારો થઈ રહ્યો હતો અને ગુજરાતમાં 24 કલાકમાં 24 હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. તેને ધ્યાનમાં લઈને અલગ અલગ નગરોમાં સરકારે રાત્રિ કરફ્યૂ લગાવ્યો હતો. સરકારે 8 મહાનગરપાલિકા અને 17 શહેરોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવ્યો હતો. ત્યારે હવે આ તમામ જગ્યાએ રાત્રિ કરફ્યૂ રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીનો થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો- કોરોનામાં રાજ્યના 200 થિયેટરોને અત્યાર સુધીમાં 600 કરોડનું નુક્સાન

જાહેર કાર્યક્રમમાં 400 લોકોની મંજૂરી

રાજ્યમાં કોરોનાની બીજી લહેર પછી જે રીતે કોરોનાના કેસ (Corona Cases in Gujarat) આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમમાં 400 લોકોને મંજૂરી આપી હતી, પરંતુ સરકારે કોરોનાની ત્રીજી લહેરને જોતા ફરીથી લગ્નપ્રસંગમાં 150 વ્યક્તિ અને ત્યારબાદ 300 લોકોને મંજૂરી આપી હતી. જોકે, હવે કોરોનાના કેસ ઘટતા (Corona Cases in Gujarat) સરકાર વધુ મંજૂરી આપે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.