ETV Bharat / city

હિન્દુઓના તમામ સંપ્રદાયના સાધુ સંતો ગાંધીનગરમાં આવતીકાલે એક મંચ પર એકત્રિત થશે - gandhinagar local news

પૂર્વ DGP ડી.જી.વણઝારાએ ગાંધીનગર ખાતે આવતીકાલે સંત સંમેલન યોજવાની જાહેરાત કરી હતી. સંત સંમેલનની જાહેરાત કરતા વણઝારાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 5 કરોડ હિન્દૂ છે. એ હિન્દૂઓનું પ્રતિનિધિત્વ કરે અને રાજ્યમાં ધર્મ સત્તા સ્થાપવાના ઉદેશ્ય સાથે સંત સંમેલન યોજવામાં આવશે. આ કાર્યક્રમ આવતીકાલે ગાંધીનગર સિવિલ (gandhinagar civil) ખાતેના ઓડિટોરિયમ ખાતે સવારે 10.30 કલાકે યોજાશે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Aug 4, 2021, 7:24 PM IST

  • 5 કરોડ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે તેવી ધર્મ સત્તા ઊભી કરવાનો પ્રયાસ
  • આવતીકાલે ગુરુવારે ગાંધીનગરમાં યોજાશે ગુરુ વંદના કાર્યક્રમ
  • સંત સંમેલનમાં રાજ્યના મોટા સાધુ સંતો ઉપસ્થિત રહેશે

ગાંધીનગર: આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં ગુરુ વંદના મંચ (guru vandana manch) ના નેજા હેઠળ રાજ્યમાં જિલ્લા કક્ષાએથી લઈ પ્રદેશ કક્ષાના સંગઠનની રચના કરવામાં આવશે તેમજ આવતીકાલે યોજવામાં આવનારા સંત સંમેલનમાં રાજ્યના મોટા સાધુ સંતો ઉપસ્થિત રહેશે. આ પ્રકારની જાહેરાત પંચદેવ મંદિરથી રાષ્ટ્રીય વંદના મંચના પ્રમુખ ડી. જી. વણઝારાએ કરી હતી.

ધર્મ સત્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે જેથી ગુરુવંદના કાર્યક્રમ થકી બધાને એક કરાશે

ડી.જી. વણઝારાએ કહ્યું, રાજસત્તા 1947થી છે, પરંતુ ધર્મ સત્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે જેથી આ દેશ અને સમાજનો વિકાસ થવો જોઈએ. છેલ્લા એક વર્ષથી રાષ્ટ્ર વંદનાના નેજા હેઠળ ગુજરાતમાં 11 સ્થળ ઉપર સંત મિલન સમારોહનું આયોજન કરાયું છે. આવતીકાલે સમગ્ર ગુજરાતના સાધુ-સંતો ગાંધીનગરમાં એકત્ર થવાના છે અને આ હિન્દુઓના તમામ સંપ્રદાયના સાધુ સંતો એક મંચ પર થવાના છે. એક મંચ પર આવી ભારત સંપ્રદાયી દેશ છે તે વાતનો સ્વીકાર કરી અને ભારત ધર્મનિરપેક્ષ ભારત નથી ધર્મ અલગ છે. સંપ્રદાય અલગ છે એ વાતની સ્પષ્ટતા સાથે સાધુ-સંતો ગુરુવંદના મંચ નામના એક મંચ પર આવશે.

ધર્મ સત્તાની એક બોડી બની રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ ધર્મ નિરપેક્ષતાનુ માળખુ બનશે

ધર્મ સત્તાની એક બોડી બનશે જેમાં રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ ધર્મ નિરપેક્ષતાનુ માળખુ બનશે એમ ગુજરાત રાજ્યમાં પાંચ કરોડ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી ધર્મ સત્તાનું એલાન આવતી કાલે ગાંધીનગર મુકામે થશે. આવનાર દિવસોમાં ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં ધર્મ સ્થાનો નક્કી થશે અને રાષ્ટ્રીય કક્ષાઓના હિન્દુઓને એક મંચ પર લવાશે. આ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે આવતીકાલે આ માટે સાધુ-સંતો ભેગા થશે. તેવું ડી.જી. વણઝારાએ કહ્યું હતું.

આ પણ વાંચો: રામ મંદિર ટ્રસ્ટના નિર્માણને વધાવતા ગિરનારના સાધુ-સંતો

આ એક સંપૂર્ણ બિનરાજકીય કાર્યવાહી છે, કોઈ રાજકીય પક્ષને લેવાદેવા નથી

વણઝારાએ વધુમાં કહ્યું કે, આ એક સંપૂર્ણ બિનરાજકીય કાર્યવાહી છે આની સાથે કોઈ રાજકીય પક્ષને લેવાદેવા નથી કોઈ પણ પ્રકારના ધર્મ સિવાય અન્ય સંસ્થાઓ તેની સાથે સંકળાયેલ નથી. ગુજરાતમાં પાંચ કરોડની ધર્મ સત્તા ઊભી થશે. ભારતમાં અને પૃથ્વી પર એક અબજ હિન્દુઓની ધર્મસત્તા ઊભી થશે. રાજસત્તા અને ધર્મ સત્તા કદમથી કદમ મીલાવી રાષ્ટ્રનું હિત કરે તે આશયથી આવતીકાલે ગાંધીનગરમાં સંત મિલન સમારંભ કાર્યક્રમ થશે.

આ પણ વાંચો: અમીરગઢમાં સાધુ-સંતો માટે સરકારે વતન જવા માટે વ્યવસ્થા કરી આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.