ETV Bharat / city

સઈઝ GIDC માં દવા બનાવતી કંપનીમાં આગ, બ્રિગેડ કોલ જાહેર કરાતા ચાર જિલ્લાના ફાયર ટીમ દોડી - ગાંધીનગરના કલોલની સઈઝ GIDCમાં આગ

ગુજરાત રાજ્યમાં આગની (Fire Accident Broken Out) બીજી મોટી ઘટના સામે આવી છે. ભરૂચ પાસે આવેલી દહેજ કંપનીમાં આગ બાદ ગાંધીનગર પાસેના સઈઝ ઔદ્યોગિક (Fire in GIDC Drugs Company) ઝોનમાં આગનો બનાવ બન્યો છે. દવાની કંપનીમાં આગ (Drugs Company Fire Accident) લાગતા દોડધામ મચી ગઈ હતી. ગાંધનગર ફાયરની ટીમે 10 જેટલા ફાયર ફાઈટર્સ ટેન્કથી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

સઈઝ GIDC માં દવા બનાવતી કંપનીમાં આગ, બ્રિગેડ કોલ જાહેર કરાતા ચાર જિલ્લાના ફાયર ટીમ દોડી

author img

By

Published : May 22, 2022, 4:15 PM IST

Updated : May 22, 2022, 4:29 PM IST

ગાંધીનગર: ઉનાળાની સિઝનમાં ગરમીના કારણે અનેક જગ્યાએ આગ (Fire Accident Broken Out) લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરીથી એક ખાનગી કંપનીમાં (Fire in Private Company) આગ લાગવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના કલોલ તાલુકાના સઇજ જી.આઈ.ડી.સી.માં આવેલ એક દવાની કંપનીમાં (Fire in GIDC Drugs Company) ભારે આગ લાગી હતી. આગ એટલી ભારે હતી કે ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 10 જેટલાં ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

સઈઝ GIDC માં દવા બનાવતી કંપનીમાં આગ, બ્રિગેડ કોલ જાહેર કરાતા ચાર જિલ્લાના ફાયર ટીમ દોડી

આ પણ વાંચો: સુરતના અમરોલી બ્રિજ પર ચાલતી ગાડીમાં લાગી આગ

બીજા ફાયર ડિવિઝનની મદદ લેવાઈ: ગાંધીનગરના કલોલની સઈઝ GIDCમાં આવેલી દવાની કંપનીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી, જેમાં કલ્પસર વિભાગ અને ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સંયુક્ત પ્રયાસોથી આગ ઠારવા પ્રયાસ કરાયો હતો. જેથી કંપનીમાં લાગેલી આગને 10થી વધુ જેટલા ફાયર ફાઈટરો સતત પાણીનો મારો ચલાવીને આગ ઠારી હતી. કલોલ, કડી, માણસા, ગાંધીનગર અને વિજાપુર-અમદાવાદ સહિતના ફાયરબ્રિગેડ વિભાગે આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગ વિકરાળ હોવાને કારણે કલોલ ચીફ ઓફિસર, કલોલ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત ઓફિસર અને પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: Blast in GFL company : પંચમહાલ GFL કંપનીમાં આગ લાગવાનો કારણે મૃત્યુ આંક 6 પર પહોંચ્યો

શું કહ્યું ફાયર વિભાગના અધિકારીએ: ગાંધીનગર ફાયર વિભાગના વડા જે. એન. દસ્તુરે જણાવ્યું હતું કે આગ ઠારવા 10 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા,આવળી મોટી આગ હોવાથી મેજર કોલ જાહેર કરાયો છે, ત્યારે કલોલ કડી માણસા ગાંધીનગર વિજાપુર અમદાવાદ સહિતના ફાયર ફાઈટરો આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા. સોલ્વન્ટના બેરલના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેને કારણે ધુમાડાંના ગોટેગોટા નીકળી રહ્યા હતા, કંપનીની અંદર કોઈ હતું કે નહીં એ હાલ તપાસનો વિષય છે. આગ ઓલવાયા બાદ નુકસાનીની ખબર પડશે.

Last Updated : May 22, 2022, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.