- સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે
- આજે શુક્રવારથી પ્રચાર પડઘમ શાંત
- રવિવારે મતદારોનું ભાવિ EVMમાં થશે કેદ
ન્યૂઝ ડેસ્કઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં છે, ત્યારે આજે શુક્રવારે સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આ તમામ 6 મહાનગરપાલિકામા ભગવો લહેરાયો છે.
રવિવારે મતદાન
રાજ્યમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરી અને રવિવારે યોજાવાની છે. જેના 48 કલાક પહેલાં આજે શુક્રવારે સાંજે 5 કલાકથી પ્રચાર પડઘમ શાંત પડ્યા છે.
2 માર્ચના રોજ પરિણામ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ આવવાનું છે. જેથી તમામ ઉમેદવારો આજે શુક્રવારથી ડોર ટૂ ડોર પ્રચાર કરશે અને મતદારોને રીઝવવા પ્રયાસ કરશે.