- કોવિડ 19ની અસર પતંગ મહોત્સવમાં આવી
- સરકારે તમામ પતંગ મહોત્સવમાં રદ કર્યા
- હાઈકોર્ટની સૂચના બાદ રાજ્ય સરકારે લીધો નિર્ણય
- ઉત્તરાયણ બાબતે બહાર પાડવામાં આવશે એસઓપી
ગાંધીનગર: રાજ્ય સરકારના નિર્ણય બાબતે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં આ વર્ષે પતંગ મહોત્સવની ઉજવણી નહીં કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા ખૂબ નિયંત્રણ વર્તમાન સમયમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જો પતંગ મહોત્સવ થાય તો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે તેવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય આમાં આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે પતંગ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તરાયણમાં પોલીસને કામમાં ભારણ થશે
અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ધાબા ઉપર વધુમાં વધુ લોકો ભેગા ન થાય તે બાબતે પણ રાજ્ય સરકાર ખાસ એસઓપી જાહેર કરે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ, જો રાજ્ય સરકાર નવી એસઓપી ફક્ત ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને જ જાહેર કરશે તો પોલીસના કામમાં પણ વધશે પોલીસને ધાબા ઉપર જઈને ચેકિંગ કરવાની પણ ફરજ પડશે.
પતંગ બજારમાં પણ કોરોનાનું ગ્રહણ નડશે
કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ સુરત અને બરોડામાં રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કર્યું છે ત્યારે આ કર્ફ્યૂની અસર પતંગ બજારમાં પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, પતંગ બજારમાંથી પતંગની ખરીદી માટે લોકો રાત્રિના સમયે જ જવાનું પસંદ કરે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. આને ધ્યાનમાં લઈને પતંગ બજારમાં પણ રાત્રે કોઈ ખરીદી કરવા નહીં જઈ શકે.