ગાંધીનગરઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડીસીન વિભાગના હેડ ડૉ. શશી મુદ્રાએ કોરોનાવાયરસને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને પડતી સમસ્યાઓને લઈને જણાવ્યું હતું કે, જ્યારથી કોરોનાવાયરસ શરૂ થયો છે. ત્યારથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. પરંતુ દર્દીઓની અજ્ઞાનતાના કારણે સિવિલ હોસ્પિટલમાં મોતનો આંકડો વધી રહ્યો છે. આવા સમયે દર્દીઓએ હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જ્યારે પણ તેમને સામાન્ય સ્થિતિમાં શરીરમાં ફેરફાર થવાનો અહેસાસ થાય ત્યારે તરત કોઈપણ હોસ્પિટલમાં જઈને કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
કોરોનાગ્રસ્ત દર્દીને બચાવવા ડાયપર પહેરાવતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, અત્યાર સુધી તબીબ સહિત 23 સંક્રમિત
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેની સાથે સારવાર આપતા તબીબો સામે પણ કેટલીકવાર આંગળી ચીંધવામાં આવી છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી 3455 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જ્યારે 4701 કોરોના દર્દીઓની સારવાર કરાઇ છે. ત્યારે મહત્વની બાબત એ છે કે, સિવિલમાં hypoxiaના દર્દીઓને બચાવવા માટે ડાયપર પહેરાવવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.