- ગાંધીનગરના યુવાનોમાં કોરોનાની સૌથી વધુ અસર
- કાળજી ના રાખતા યુવાનોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
- ત્રણ મહિના પછી ગાંધીનગરમાં કોરોનાના કેસ 41
ગાંધીનગર : જિલ્લામાં ત્રણ મહિના બાદ સૌથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા હતા. રવિવારે સૌથી વધુ 41 કેસો જિલ્લામાં નોંધાયા હતા. જોકે તેમાં પણ સૌથી વધુ જોખમ વડીલો પર રહેલું છે ત્યારે અહીં ઉંધુ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં કોરોનાના કેસ સૌથી વધુ યુવાનોમાં જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનમાં રવિવારે નોંધાયેલા કેસો પૈકી 60 ટકા કેસો યુવાનોના જોવા મળ્યા હતા. જે ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે. જો કે અત્યાર સુધીમાં કુલ આંકડો 8,801 પહોંચ્યો છે. જો કે જિલ્લાના 7772 વ્યક્તિઓ કોરોનાથી મુક્ત બન્યા છે. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ પોતાનું નિવેદન ETV BHARAT સમક્ષ આપ્યું હતું.
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના વધુ 10 કેસો નોંધાયા
વધી રહેલા કેસો સામે યુવાનોએ કાળજી રાખવાની જરૂર
કોરોનાનો ટ્રેન્ડ બદલાયો છે યુવાનોમાં રવિવારે મહાનગરપાલિકાના વિસ્તારમાં 60 ટકા કેસ જોવા મળ્યા હતા. બિન્દાસ ફરી રહેલા યુવાનોએ પોતાની કાળજી રાખવાની જરૂર છે. કેમ કે જો યુવાનોને કોરોના થશે તો ઘરે રહેલા સિનિયર સિટીઝનને પણ કોરોના થવાની શક્યતા વધી જશે. જેથી યુવાનો કોરોનાની મહામારીથી બચવાના પગલા લેશે તો કુટુંબીજનો પણ કોરોનાથી દૂર રહી શકશે, તેવું આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.
ચૂંટણી પહેલા કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારી દીધી
આગામી ચૂંટણી પહેલા કોરોના પર કાબુ મેળવવાને લઈને તેમણે જણાવ્યું હતું કે, અર્બન હેલ્થ સેન્ટરમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે, સાથે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દીધી છે. જેથી વધતા કેસો ઘટાડી શકાય.
આ પણ વાંચોઃ જામનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની લીધી મુલાકાત