- રેમડેસીવીર ઇન્જેક્શન માટે આરોગ્ય વિભાગની મહત્વની જાહેરાત
- રેમડેસીવીરના ઉપયોગને લઇને કરાઇ જાહેરાત
- શું થઈ શકે છે રેમડેસીવીરના ઉપયોગથી તે બાબતે કરી સ્પષ્ટતા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે જ કોરોના વાઇરસનો ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. તેમાં સીધું શ્વાસ અને ફેફસામાં અસર કરીને દર્દીનું ઓક્સિજન લેવલ જ ઘટાડી દે તેવી રીતે વાઇરસ હુમલો કરે છે. ત્યારે આવી ધટનાઓ સામે આવતા રેમડેસીવીર ઇન્જેક્શન ઉપયોગી હોવાની વાત વહેતી થતાં અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટેની લાંબી લાઇનો લાગી હતી. જ્યારે આ બાબતે વિપક્ષે પણ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતા. હવે રેમડેસીવીરના ઉપયોગને લઇને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ નોટીફિકેશન સોશિયલ મીડિયામાં વહેતું કરવામાં આવ્યું છે. જેમાં રેમડેસીવીર ઇન્જેક્શનના ઉપયોગને લઇને મહત્વની જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.
![રેમડેસીવીર ઇન્જેક્શન માટે આરોગ્ય વિભાગની મહત્વની જાહેરાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11459516_550_11459516_1618827020551.png)
આ પણ વાંચો: મનપાના ચૂંટાયેલા પૂર્વ સભ્યો, સ્ટાફને વિનામૂલ્યે રેમડિસીવીરના મહતમ 6 ડોઝ મફત અપાશે
એવા કોઇ પ્રમાણ મળ્યા નથી કે રેમડેસીવીર કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકે
WHO કહે છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રેમડેસીવીરના ઉપયોગના માર્ગદર્શનમાં WHO કહે છે કે, એવા કોઇ પ્રમાણ મળ્યા નથી કે રેમડેસીવીર કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકે છે કે, વેન્ટિલેટરની જરૂર ઓછી કરી શકાય છે કે, હોસ્પિટલમાં સારવારનો સમય ઓછો કરી શકાય છે. એટલું જ નહી રેમડેસીવીરની વાઇરલ ક્લિયરન્સ પર અસર થાય છે કે નહીં તે પણ અનિશ્ચિત છે.
![રેમડેસીવીરના ઉપયોગને લઇને કરાઇ જાહેરાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-03-remdesivir-notification-health-photo-story-7204846_19042021144626_1904f_1618823786_749.jpg)
રેમડેસીવીર ઇન્જેક્શનના ઉપયોગ માટેની શું સલાહ છે?
કોરોનાના કોઇ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને રેમડેસીવીર આપવું સલાહભર્યુ નથી. જો દર્દીનું ઓક્સિજન લેવલ 94થી ઓછું હોય ત્યારે ત્રણ-ચાર દિવસની દવાઓ અને સારવાર પછી પણ દર્દીને હાઇગ્રેડ તાવ રહેતો હોય અને સી-રીએક્ટિવ પ્રોટીનનું પ્રમાણ વધ્યું હોય ત્યારે નબળાઇ સાથે સતત ઝાડા રહેતા હોય ત્યારે સતત વાઈરલ કફ રહેતો હોય તેમજ સામાન્ય પ્રવૃતિમાં પણ વધારે થાક લાગતો હોય કે પછી શ્વાસ ચડી જતો હોય છે ત્યારે રેમડેસીવીર આપી શકાય છે. આ ઉપરાંત 50 વર્ષથી વધુની ઉંમરના હોય અને કોરોનાના કારણે CRO, D-DIMER, FERRITIN વધ્યું હોય ત્યારે પહેલા એક્સ-રે નોર્મલ હોય પણ પછીથી ફેફસામાં ગ્રાઉન્ડ ગ્લાસ ઓપસીટી જણાય ત્યારે લિમફોપેનિયા સાથે NRL 3.5થી વધારે હોય ત્યારે ડોક્ટરની સલાહ પ્રમાણે જ રેમડેસીવીર આપી શકાય છે.
આ પણ વાંચો: મહીસાગરના લુણાવાડામાં 300 રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
રાજ્ય સરકારની જાહેરાતમાં ડો.તેજસ પટેલ અને ડો. અતુલ પટેલે શું કહ્યું ?
હ્દયરોગના નિષ્ણાંત તેજસ પટેલે કહ્યું કે, કોરોનાથી ભયભીત થઇને લોકો પાસેથી રેમડેસીવીર લેવાનો આગ્રહ મહેરબાની કરીને ન રાખો. ડો. અતુલ પટેલ જણાવે છે કે, રેમડેસીવીરએ કોઇ જીવ બચાવે તેવી દવા નથી એટલે એ દવાની પાછળ દોડધામ કરવાની જરૂર નથી.
રાજ્યમાં હાહાકાર બાદ આરોગ્ય વિભાગની જાહેરાત
રાજ્યમાં એપ્રિલ મહિનામાં સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રેમડેસીવીરની માંગ વધતાની સાથે જ જથ્થો ખુટી પડ્યો હતો અને તમામ જગ્યાએ એક જ જેવી બુમો આવતી હતી. સરકારી હોસ્પિટલમાં રેમડેસીવીર ખુટી પડ્યા હતા ત્યારે હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રેમડેસીવીર મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી.