ETV Bharat / city

Illegal Immigration from Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો કબૂતરબાજી રેકેટનો પર્દાફાશ - અમદાવાદમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કબૂતરબાજી રેકેટમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે વિદેશ (Illegal Immigration from Ahmedabad) મોકલ્યા છે. ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા માટે તેઓ એક વ્યક્તિદીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા.

Illegal Immigration from Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચે કર્યો કબૂતરબાજી રેકેટનો પર્દાફાશ, ગેરકાયદેસર રીતે 30થી વધુ લોકોને વિદેશ મોકલ્યા

author img

By

Published : Feb 18, 2022, 10:01 PM IST

અમદાવાદ: ગાંધીનગર પોલીસે કરેલા કબૂતરબાજી કૌભાંડ (Illegal Immigration from Ahmedabad) પર્દાફાશ બાદ એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા આવો વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી કરોડો રૂપિયા લઈ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા. કેવી રીતે ચાલે છે કબૂતરબાજીનું રેકેટ (Illegal immigration rackets Ahmedabad) જોઈએ આ અહેવાલમાં.

વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ

અત્યાર સુધી 30 લોકોને વિદેશ મોકલ્યા

ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લિકેટ પાસપોર્ટ ઈસ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે US બોર્ડરથી ઘૂસણખોરી (Infiltration from the US border) કરાવવાના રેકેટમાં સંડોવાયેલા 4 આરોપીઓ પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરી છે. આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપ્યા છે.

આ પણ વાંચો: ભારત કે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશ જતા લોકો, NRI મહિલા સાથે ખાસ વાતચીત

નાઇજીરીયા વિઝા માટે દિલ્હી ખાતે જઇ અરજી કરી હતી

આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને US જવું હોવાથી તેમણે પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો. જો કે US જવા માટે ફેમિલી ગ્રૂપ રીતે વિઝા પ્રોસીઝર (US family visa procedure) કરવા માટે આરોપીઓ આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવીને બન્નેને પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા. જે આધારે બન્નેએ નાઇજીરીયા વિઝા માટે દિલ્હી ખાતે જઇ અરજી કરી હતી.

આ પણ વાંચો: Harsh Sanghvi on Illigal Foreign Tour: ગેરકાયદેસર વિદેશ લઈ જતા એજન્ટો સામે થશે કાર્યવાહી, ગૃહ રાજ્યપ્રધાને આપ્યો આદેશ

એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા

તે આધારે નાઇજીરીયાથી મેક્સિકો ઓન અરાઈવલ વિઝા (mexico on arrival visa for indian) કરાવી US મેક્સિકો બોર્ડરથી US રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટીઝનશિપ (Temporary american citizenship for Indian) અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા. આરોપીઓ દિલ્હી ખાતેના એજન્ટો મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેઓ એક વ્યક્તિદીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા. જેના બદલામાં જે તે વ્યક્તિને કે ફેમિલીને ભારતમાંથી ડુપ્લિકેટ પાસપોર્ટ (Duplicate passport india) કઢાવી આપી વિદેશના રેફ્યુજી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારીઓ એજન્ટો લેતા હતા. જ્યારે સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ તેઓના પેમેન્ટની ચૂકણી કરવામાં આવતી હતી. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ કઢાવી વિદેશ મોકલ્યા છે અને અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.