ગાંધીનગર: દેશના ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવેલા છે. ગાંધીનગરમાં નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયાની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહ્યા હતા. અમિત શાહે વેસ્ટ ટુ વેલ્થ કાર્યક્રમ (Waste to Wealth program) અંતર્ગત ગોબરધન યોજનાનો પ્રારંભ (Launch Gobardhan Yojana) કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જૈવિક ખાતર ઉત્પન્ન કરવા માટે છાણનું મેનેજમેન્ટ કરવાનું આયોજન કરાશે. દરેક જિલ્લામાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ (Biogas plant installation) કરવા અને જૈવ સ્લરીનું મેનેજમેન્ટ કરવા માટે 50 લાખની ગ્રાન્ટ અપાશે.
આ પણ વાંચો: PM Modi to meet US President : PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે કરશે વર્ચ્યુઅલી બેઠક
આ પણ વાંચો: Umadham Patotsav 2022 : વડાપ્રધાન મોદી કહ્યું- "પાટીદાર સમાજ કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ માટે કરે પહેલ"
સીમા દર્શન પ્રોજેક્ટ: આ પૂર્વે નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. વાઘા-અટારી બોર્ડરની માફક હવે લોકો અહીં સીમા દર્શન કરી શકશે અને સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની કામગીરીથી પણ વાકેફ થઈ શકશે. અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સવારે સીમા દર્શન પ્રોજેક્ટના લોકાર્પણ માટે નડાબેટ આવી પહોંચ્યા હતા. અહીં 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યા બાદ અમિત શાહ દ્વારા સીમા દર્શન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.