ગાંધીનગર - અનુસૂચિત જાતિ અને જનજાતિના હકોના રક્ષણ અને તેમને અત્યાચારથી બચાવવા સરકાર (Decision of Gujarat Government for SC ST)દ્વારા હેલ્પલાઈન શરૂ (Helpline number for SC ST )કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
હેલ્પલાઈન નંબર - સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દ્વારા (Decision of Gujarat Government for SC ST)તમામ રાજ્યોમાં રાજ્ય કક્ષાએ અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે નેશનલ હેલ્પલાઈન અગેઈન્સ્ટ એટ્રોસિટીસ (National Helpline Against Atrocities )શરૂ કરવામાં જણાવવામાં આવેલું હતું. જે અન્વયે હેલ્પલાઈન નંબર-14566 અને ટોલ ફ્રી નંબર - 18002021989 જાહેર (Helpline number for SC ST )કરાયો છે. જેમાં મોર્ડન કોલ સેન્ટર જેવું સેલ્ફ સર્વિસ પોર્ટલ શરૂ કરાયું છે.
આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના
હેલ્પલાઈનનો ઉદ્દેશ -ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો કે જેઓ અત્યાચારનો ભોગ બનેલા છે .તેઓને એટ્રોસિટીની લગતી ફરિયાદ (Complaint of atrocity )અન્વયે FRI ચાર્જશીટ તેમજ મળવાપાત્ર સહાય અને જુદા-જુદા તબક્કે પડતી તકલીફોના નિવારણ માટે 24 કલાક અને 365 દિવસ આ હેલ્પલાઈન (Helpline number for SC ST )ચાલશે.
આ પણ વાંચોઃ ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને ભાજપે અર્પી શ્રદ્ધાંજલિ અને એસસી મોરચાની બેઠક યોજી