ETV Bharat / city

ગુજરાતની સરકારી શાળાઓ અને કોલેજો કઈ રીતે બનશે આત્મનિર્ભર, શું છે સરકારનો આ નવો પ્રોજેક્ટ - District Education Officer

ગુજરાતમાં સરકારી શાળાઓ અને સરકારી કોલેજોને(Government schools and government colleges) આત્મનિર્ભર કરવા એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ કામગીરીમાં વીજ બચતથી રાજ્યની સરકારી શાળાઓ આત્મનિર્ભર બનશે. 32,000 જેટલી પ્રાથમિક શાળાઓ અને કોલેજોમાં સોલાર પેનલ(Solar panel installation) લગાવવામાં આવશે.

ગુજરાતની સરકારી શાળાઓ અને કોલેજો કઈ રીતે બનશે આત્મનિર્ભર, શું છે સરકારનો આ નવો પ્રોજેક્ટ

author img

By

Published : Jul 13, 2022, 6:53 PM IST

ગાંધીનગર: રાજ્યમાં સરકારી શાળાઓ અને સરકારી કોલેજોને(Government schools and government colleges) રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર બનાવવાનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની 32000 જેટલી સરકારી શાળાઓનો અને સરકારી કોલેજોમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ(Solar panel installation) કરીને વીજળી બાબતે આત્મનિર્ભર બનાવવામાં આવશે.

32,000 શાળાઓમાં લાગશે સોલાર પેનલ - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારના અલગ અલગ જિલ્લાઓમાં તાલુકામાં અને શહેરોમાં આવેલા 32000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં સહકાર વિભાગ અને શિક્ષણ વિભાગના(Cooperation Department and Education Department) સંયુક્ત પ્રયાસોથી તમામ શાળાઓમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 2000 જેટલી શાળાઓમાં આ સોલાર પેનલ લગાવવામાં આવશે. વીજળીથી રાજ્યની સરકારી શાળાઓ આત્મનિર્ભર બનશે.

આ પણ વાંચો: આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત

સરકારી કોલેજમાં લાગશે સોલાર પેનલ - રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ સરકારી શાળાઓ અને કોલેજમાં(Government schools and Colleges) સોલાર પેનલ માટેની ખાસ વ્યવસ્થા અને જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 32,000 જેટલી પ્રાથમિક શાળાઓ અને કોલેજોમાં 37 કરોડના ખર્ચે ખાસ સોલાર સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી સોલારથી ઉત્પન્ન થયેલ વીજળી સરકાર વીજ કંપનીઓ પાસેથી ખરીદી કરશે. આ વીજ શાળા કોલેજોને આપશે. જેથી તેનું વીજ બીલ હવે શૂન્ય થશે. પ્રાથમિક માહિતી પ્રમાણે રાજ્ય સરકારની સરકારી શાળાઓનું લાઈટ બિલ(Government schools Electricity bill) જિલ્લા શિક્ષણ અધિકારી(District Education Officer) દ્વારા કરવામાં આવતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટમાંથી આપવામાં આવતું હોય છે. આગામી દિવસોમાં રાજ્ય સરકારના વીજ યુનિટ બચશે. આ ઉપરાંત, ગ્રાન્ટની રકમમાં પણ બચત થશે.

વીજ બચતથી શાળાઓ અને કોલેજો આત્માનિર્ભર થશે - એક પ્રાથમિક શાળાનું બિલ જો લગભગ 1500 રૂપિયા આવે તો 32000 જેટલી સરકારી શાળાઓનું બિલ 4,80,000 જેટલું થાય છે. જે વાર્ષિક ગણવા જઈએ તો રુપિયા 28,80,000 થાય છે. જ્યારે આ ગણતરી ફક્ત સરકારી શાળાઓની જ કરવામાં આવી છે. જ્યારે સરકારી કોલેજોમાં બિલ મોટું આવતું હોય છે.

CCTV સાથે સજ્જ બનશે શાળાઓ - સુરક્ષાની દ્રષ્ટિની વાત કરવામાં આવે તો રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકારી શાળાના બાળકો સાધનોની સુરક્ષા તથા કોઈપણ ઘેર પ્રવૃત્તિ થાય નહીં. તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓને CCTVથી સત્ય કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 20 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જ્યારે આ CCTV જે સરકારી શાળાઓમાં ઇન્સ્ટોલ થયા હશે. તેનું સીધું લાઈવ પ્રસારણ જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં પણ જોવા મળશે. જેથી શિક્ષકોની હાજરી બાળકોની હાજરી અને શિક્ષણ પદ્ધતિ ઉપર સીધી શિક્ષણ અધિકારીની નજર રહેશે.

આ પણ વાંચો: સૌર ઉર્જા અને પર્યાવરણને બચાવવાનું તમે પણ ઝંખી રહ્યા છો ? તો આ છે તમારા કામનું...

રાજયમાં 23 શાળાઓમાં વીજળી જ નથી - ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસે કરેલા પ્રશ્નોને આધારિત રાજ્યની કુલ 23 સરકારી શાળામાં વીજળી નહીં હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં 7 માર્ચના રોજ કોંગ્રેસે કરેલા જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું. રાજ્યની 23 શાળાઓમાં વીજળીની સુવિધા જ નથી. આમ રાજ્ય સરકાર બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાની બજેટની ફાળવણી કરે છે. તેમ છતાં પણ રાજ્યમાં હજુ પણ 23 જેટલી શાળાઓમાં વીજળી વગરની છે. જેમાં કચ્છમાં 2 શાળા, સુરેન્દ્રનગરમાં 1, પોરબંદરમાં 7 દેવભૂમિ દ્વારકામાં 1 મોરબીમાં 3 અને ગીર સોમનાથની 9 સરકારી શાળાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય સરકારે દ્વારા સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે. આવી શાળાઓમાં વીજળી નીચે સમસ્યા છે તે પણ ભૂતકાળ બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.