ETV Bharat / city

Gujarat Corona Updates: છેલ્લા 24 કલાકમાં 228 પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના થયા મૃત્યુ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શનિવારે રાજ્યમાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 228 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Updates
Gujarat Corona Updates
author img

By

Published : Jun 19, 2021, 9:34 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • છેલ્લા 24 કલાકમાં 228 પોઝિટિવ કેસ નોંધાયા
  • 784 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 05 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 40, વડોદરા 13, સુરત 30 અને રાજકોટમાં 18 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવારે રાજ્યમાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 228 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે શુક્રવારે સૌથી વધુ 784 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 05 જેટલા દર્દીના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.

Gujarat Corona Updates
Gujarat Corona Updates

આ પણ વાંચો: Gujarat Corona Updates : છેલ્લા 24 કલાકમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના થયા મૃત્યુ

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે શનિવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 81 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરા 13, સુરત 30 અને રાજકોટમાં 18 કેસ નોંધાયા છે.

આજે 3,24,615 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે 3,24,615 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,18,71,920 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 2,18,207 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 1,510 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 293 પોઝિટિવ કેસ, 6 દર્દીના થયા મૃત્યુ

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 6579 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 173 વેન્ટિલેટર પર અને 6406 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,028 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,05, 542 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.98 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.