ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 169, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમમાં 88, સુરત જિલ્લામાં 94, વડોદરા કોર્પોરેશન 82, જામનગર કોર્પોરેશન 65, મહેસાણા 39, વડોદરા 42, અમરેલી 34, બનાસકાંઠા 31, સાબરકાંઠા 29, અમદાવાદ જિલ્લામાં 26, ભરૂચ 26, ગાંધીનગર 24, જામનગર 24, પંચમહાલ 24, સુરેન્દ્રનગર 24, જૂનાગઢ 23, પાટણ 23, ગાંધીનગર કોર્પોરેશન 21, કચ્છ 20, ભાવનગર કોર્પોરેશન 18, જૂનાગઢ કોર્પોરેશન 18, મોરબી 18, રાજકોટ 17, દાહોદ 15, ગીર સોમનાથ 14, ખેડા 12, મહીસાગર 12, નર્મદા 12, આણંદ 11, વલસાડ 7, નવસારી 7, દેવભૂમિ દ્વારકા 6, તાપી 6, બોટાદ 5, પોરબંદર 5, અરવલ્લી 4, છોટાઉદેપુર 4 અને ભાવનગરમાં 2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલ 81 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 3541 લોકોના મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 38,381 નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસમાં સુરત આજે ફરીથી રાજ્યમાં પ્રથમ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 94 કેસ નોંધાયા છે. આમ સુરતમાં 270 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે.