ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પછી આજે પહેલી વખત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાઈ હતી. આ બેઠકમાં બજેટ બાબતે રાજ્યના મુખ્યપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા (Jitu Vaghani on Cabinet Meeting) હતા. જ્યારે વિપક્ષ દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું પણ પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 2 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે.
15 દિવસમાં પહેલા બજેટની રકમ ફાળવાશે - રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ (Jitu Vaghani on Cabinet Meeting) જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટની જોગવાઈના તમામ પૈસા 15 તારીખ પહેલા જેતે વિભાગને મળી જાય. તે માટેની સૂચના રાજ્યના મુખ્ય સચિવને આપવામાં આવી છે.
પીવાના પાણી બાબતે સૂચના - પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં પાણીની સમસ્યાઓનો સામનો કરવો ન પડે. તેને ધ્યાનમાં લોને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યના સિંચાઈ વિભાગના પ્રધાન ઋષિકેશ પટેલ અને સિંચાઈ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં સમીક્ષા બેઠક પણ યોજવામાં આવશે.
ટ્રાઈબલ વિસ્તારમાં હેન્ડ પંપ રિપેરની સૂચના - પ્રવક્તા પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાઈબલ વિસ્તારમાં (Instruction for hand pump repair in tribal area) પાણી પહોંચતું નથી. આવા વિસ્તારમાં હેન્ડ પંપ રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ઉનાળાની સિઝનમાં પાણીનો બગાડ ન થાય. તે માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સાથે માનવ સહિત વન્ય પ્રાણીઓને કઈ તકલીફ ન થાય. તે માટે 6.95 લાખ કિલો ઘાસચારો અનામત કરવામાં આવ્યા છે. તો જરૂર પડશે ત્યારે ડેપો ખોલીને ઘાસચારો આપવાનું આયોજન કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) કરવામાં આવી છે.
આ પણ વાંચો- Laws on Stray Cattle : ભાજપના માલધારી સેલના આગેવાનોએ જ સીએમને મળી કાયદો પાછો લેવા રજૂઆત કરી
રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે - પોરબંદરમાં માધવપુર ખાતે 10થી 14 એપ્રિલ દરમિયાન રુક્ષ્મણી વિવાહનું આયોજન સદીઓથી થતું આવે છે. ત્યારે 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત (President Ramnath Kovind at Madhavpur Fair) આવશે. તેઓ આ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. ટ
માલધારી વિરોધ વચ્ચે ફરી બેઠક - વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે બહુમતીના જોરે ઢોર નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો છે. ત્યારે ગઈ કાલે રાજ્યના મુખ્યપ્રધાન અને અધ્યક્ષતામાં માલધારી સમાજના આગેવાનોએ બેઠક કરી હતી ત્યારે આજની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) પણ કાયદા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ 6 એપ્રિલે ફરીથી માલધારી સમાજના આગેવાનો સાથે મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે ફરીથી માલધારી સમાજની બેઠક યોજવામાં આવશે અને તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે તેવું નિવેદન પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ આપ્યું હતું.