ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા આજે કેબિનેટ બેઠકનું આયોજન (Crop Survey and Road Damage Survey) કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક મકાનો, કાચા, ઝૂંપડાઓ અને ખેતીને ભારે નુકસાન થયું છે. તેને ધ્યાનમાં લઈને આજે કેબિનેટ બેઠકમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવાનો અને ઝડપથી સર્વે પૂર્ણ કરવાની સૂચના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ બેઠકમાં આપવામાં (Gujarat Cabinet Meeting) આવી છે. ઉલ્લેખનીય છે કે ETV Bharat 18 જુલાઈના રોજ રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણથી સર્વે શરૂઆત થશે એવા અહેવાલ રજૂ કર્યો હતો.
29,800 હેકટરમાં સર્વે - રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે થયેલા નુકસાન બાબતે કેબિનેટ બેઠકમાં 10 જિલ્લામાં સર્વેનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે રાજ્યના પ્રવક્તા જીતુ વાઘાણીએ સર્વે બાબતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેતીના સર્વે માટે 120 સ્ટીમને કાર્યરત કરવામાં આવી છે અને 29,800 હેક્ટર જમીનમાં આ સર્વે કરવામાં આવશે. જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે જગ્યાએ પાણી હજી ઉતર્યા નથી, ત્યાં પણ જ્યારે પાણી ઉતરશે, ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરી દેવામાં આવશે. જ્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા હોય અને રોગચાળો વકરે નહીં તેને ધ્યાનમાં લઈને આરોગ્યની 303 ટીમ સફાઈની 120 ટીમ મકાનના સર્વે માટે 74 ટીમ અને રોકડ સહાય માટે 193 જેટલી ટીમ દ્વારા અત્યારે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત કેબિનેટ બેઠક : પાક સર્વે, નુકશાની સર્વે સહિતના કયા મુદ્દાઓ ચર્ચાશે જૂઓ
સહાય પૂર્ણ થયા બાદ તાત્કાલીક ધોરણે સહાયની ચુકવણી - વધુમાં જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, જે રીતે રાજ્યમાં ભારે વરસાદના (Survey Work in Agriculture) કારણે અનેક નુકસાન થયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત ગીર સોમનાથ, મધ્ય ગુજરાતના ખેડા જેવા જિલ્લાઓમાં (Discussion Regarding Cabinet Meeting Survey) પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ સર્વે પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી પણ કરી દેવામાં આવશે. જ્યારે અમુક નુક્શાનીમાં નિયમોમાં સુધારા વધારો કરીને સહાય આપવામાં આવશે.
રાજ્યમાં 1 કરોડ ધ્વજ ફરકાવવામાં આવશે - રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકની બાબતમાં જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં તિરંગા ફરકાવા બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ દેશના તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક કરી હતી. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યના શહેરમાં 50 લાખ અને ગ્રામ્ય વિસ્તારોમાં 50 લાખ તિરંગા ફરકાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓ અને શહેરી વિસ્તારમાં વોર્ડ પ્રમાણે તિરંગા ફરકાવવામાં આવશે. જ્યારે આ સમગ્ર કાર્યક્રમ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના જેમ પોર્ટલ પરથી રાષ્ટ્રધ્વજની ખરીદી કરશે. જ્યારે લોકોને રાષ્ટ્રધ્વજની ખરીદીમાં સરળતા રહે તે માટે ખાદી ગ્રામઉદ્યોગ બસ સ્ટેન્ડ પાસે પણ વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજ્યમાં પશુ પાલકોની ચિંતા વધી, આ શહેરમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર થયું દોડતું
પૂર્ણેશ મોદીએ શુ કરી રજુઆત - રાજ્ય સરકારના માર્ગ અને મકાન વાહન વ્યવહાર કેબિનેટ વિધાન પૂર્ણેશ મોદીએ રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. જેમાં જાણ કરી હતી કે, દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ તથા કરજણ નદીના ડેમમાંથી પાણી છોડવાના કારણે વિવિધ આદિવાસી વિસ્તારોમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું. જેના પરિણામે હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના કૃષિ અને બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે. જેથી તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરાવી દક્ષિણ ગુજરાતના તાપી વલસાડ સુરત નવસારી નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાના કારણે કેળાનો પાક સંપૂર્ણપણે નુકસાન પામ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય મળે તેવી પણ માંગ કરવામાં આવી છે, આમ ગત વર્ષે જે રીતે જામનગર, રાજકોટ, જુનાગઢ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તેવું જ પેકેજ દક્ષિણ ગુજરાત માટે પણ જાહેર કરવામાં આવે તેવી માંગ પુણેશ મોદીએ કરી છે.