ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપ (bjp gujarat election) પક્ષ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો આયોજન કરવામાં આવ્યું છે. જે 182 વિધાનસભા બેઠક પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા કાર્યોની ઝાંખી બતાવશે. તેમજ દેશમાં કેટલા વિકાસના કામો કરવામાં આવ્યા અને લોકોને શું ફાયદો થયો તે અંગેની માહિતી (BJP Gujarat Gaurav Yatra) આપવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો પણ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, ત્યારે ભાજપ પક્ષ માટે યાત્રાઓ કેટલી સફળ રહી તે માટે જુઓ ETV Bharatનો આ વિશેષ અહેવાલ.
ભાજપની યાત્રાઓની વિગત લોકસભાની ચૂંટણી પહેલાં 10 જાન્યુઆરી 2018ના રોજ ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે રથ જોડવામાં આવ્યા હતા. પંદર દિવસની આ યાત્રા સમગ્ર ગુજરાતના કુલ 149 વિધાનસભા વિસ્તારમાં કરવાની હતી. મહત્વની વાત કરવામાં આવે તો આ યાત્રામાં પૂર્વ રેલવે મિનિસ્ટર પિયુષ ગોહેલ પણ જોડાયા હતા જ્યારે પ્રથમ યાત્રાનો દોર સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી શરૂ થઈ હતી. તે યાત્રા પ્રથમ ઓક્ટોબરે શરૂ થઈને કુલ 1361 કિલોમીટર અને 76 વિધાનસભા વિસ્તારમાં ફરી હતી. (BJP elections Yatra 2022)
ગૌરવ યાત્રાનો બીજો તબક્કો બીજા તબક્કાની વાત કરવામાં આવે તો તે બીજી ઓક્ટોબર પોરબંદરથી શરૂ કરવામાં આવી હતી. જે મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે અને બીજા તબક્કાની યાત્રામાં કુલ 73 વિધાનસભા વિસ્તારોમાં ફરીને કુલ 2395 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું, ત્યારે આ યાત્રા સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતમાં ફરી હતી. યાત્રાના પૂર્ણતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ જોડાયા હતા. (gujarat gaurav yatra 2022)
યાત્રાથી ફાયદો કે નુકસાન છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તા પર રહેલી ભાજપને ગુજરાત ગૌરવ યાત્રાથી ઘણી આશાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય મુલાકાતના બીજા જ દિવસે ભાજપે આ યાત્રા શરૂ કરી હતી. રાજ્યના પાંચ ધાર્મિક સ્થળોએથી નીકળનારી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ બે સ્થળેથી થયો હતો. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બંને જગ્યાએથી એક મોટા કાર્યક્રમ દ્વારા આ યાત્રા શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના વિકાસને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું ગૌરવ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તમારા કારણે જ ભારત પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં ભાજપની આ ત્રીજી ગુજરાત ગૌરવ યાત્રા છે. તેના પાંચ રૂટ છે, બેચરજી (મહેસાણા) થી માતા કા મધ (કચ્છ), દ્વારકાથી પોરબંદર, ઝાંઝરકા (અમદાવાદ) થી સોમનાથ (ગીર સોમનાથ), ઉના (નવસારી) થી ફાગવેલ (ખેડા) અને ઉનાથી અંબાજી (બનાસકાંઠા).
ભાજપે અત્યાર સુધી કરેલી યાત્રા ગુજરાત મોડલ પર યાત્રાની થીમ રાખવામાં આવી હતી. જેમાં હું વિકાસ છું. હું ગુજરાત છું નો સૂત્ર પણ મૂકવામાં આવ્યું હતું. પ્રથમ યાત્રા 1989 ન્યાય યાત્રા મજૂરો ગરીબોને વેતન પ્રાપ્ત થયું ન હતું, તેની માંગ સાથે શરૂ કરી હતી. રામ મંદિરના નિર્માણ માટે સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા યોજાઈ હતી. જેમાં PM મોદીએ લાલ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મુરલીમનોહર જોષી પણ સાથે રહ્યા હતા. યુવાઓને વિવેકાનંદના વિચારો ઉતરે તેને ધ્યાનમાં લઈને ગુજરાત ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના યુવા નેતાઓ અને યુવા પાખને જવાબદારી આપવામાં આવી. ભાજપના નેતા શ્યામજી કૃષ્ણ વર્માની નિધન થયું હતું અને જીનીવામાં તેમના અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓ પડ્યા હતા. તે અસ્થિઓ ગુજરાતમાં લાવીને યાત્રા કરવામાં આવી. ગુજરાતના વિવિધ સેક્ટરમાં થયેલા વિકાસને ધ્યાનમાં લઈને વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી વિસ્તારમાં આ યાત્રા યોજવામાં આવી હતી અને આદિવાસી સમાજનો કઈ રીતનો વિકાસ થયો છે. તે બાબતને વધુ ફોકસ કરવામાં આવ્યું હતું. જ્યારે આ યાત્રા હાલના કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીએ કરી હતી. ગુજરાત રાજ્યમાં દીકરીઓને વધુ ભણાવવામાં આવે અને દીકરીનું બાળમરણ ન થાય તેને ધ્યાનમાં લઈને ભાજપ દ્વારા કન્યા કેળવણી યાત્રા કરવામાં આવી હતી. જેમાં બેટી બચાવ યાત્રા પણ સાથે રાખવામાં.
અન્ય યાત્રાઓ પર એક નજર રાજ્યના ખેડૂતોની આવક વધુ થાય તેને ધ્યાનમાં લઈને ભાજપ દ્વારા લેબ 2 લેન્ડ સુધી પ્રક્રિયા ખેડૂતોને ખેતરે ખેતરે જઈને સમજાવવામાં આવતી હતી. આ ઉપરાંત ખેડૂતો પોતાની જમીનની ગુણવત્તા જાળવવા માટે શું કરવું જોઈએ તે બાબતની પણ વિશેષ માહિતી આ યાત્રામાં ખેડૂતોને આપવામાં આવતી હતી. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે ભાજપ પર વિકાસ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત મોડલને સમગ્ર દેશમાં પ્રસ્થાપિત કર્યું હતું અને વર્ણથંભે વિકાસ યાત્રાના મુદ્દા રાખીને ફરીથી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી યોજી હતી. ભાજપ પક્ષ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે રાખીને એક સદભાવના યાત્રા કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન મોદી ગુજરાતના તમામ જિલ્લાઓમાં 24 કલાક સુધીને રોકાણ કર્યું હતું અને લોકો સાથે મળીને સદભાવના નવો માર્ગ અપનાવ્યો હતો, જ્યારે આ યાત્રા સફળ નીવડી હતી. જરાતમાં ભૂતકાળમાં નર્મદા યાત્રા અને જળયાત્રાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં નર્મદા યાત્રામાં નદીનું પૂજન સ્વાગત ,આવકાર અને નર્મદાનું શું મહત્વ ગુજરાત માટે છે તે જ લોકોને વિશેષ રીતે સમજાવવામાં આવ્યું હતું. જ્યારે આ જળયાત્રામાં પાણીના સંદર્ભે ખાસ યોજવામાં આવી હતી. જેમાં પાણી બચાવો મુદ્દો નદીમાં ચેકડેમ બનાવવા અને તળાવ ઊંડા કરવાના મુદ્દાને લોકો સુધી લઈ જવામાં આવ્યો હતો. ભાજપે સુરેન્દ્રનગરમાં 2010માં 60 વર્ષ પૂર્ણ થયા બાદ સંવિધાન યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં હાથીના અંબાડી પર કોન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયાને મૂકીને યાત્રા કરવામાં આવી હતી, જ્યારે આ યાત્રા દરમિયાન તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન મોદી ત્રણ કિલોમીટર યાત્રામાં સાથે ચાલ્યા હતા. (elections yatra in bjp gujarat)
182 વિધાનસભા વિસ્તારમાં યાત્રાઓ ભાજપના મહામંત્રી ગોરધન ઝડફિયા ગૌરવ યાત્રા વિશે જણાવ્યું હતું કે, આ ગૌરવ યાત્રા ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાં ફરશે. અનેક જગ્યાએ સ્વાગતનો કાર્યક્રમનું આયોજન (182 Yatra in assembly area) કરવામાં આવ્યું છે. જ્યારે અમુક વિધાનસભામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર એટલે કે ડબલ એન્જિન સરકાર દ્વારા કયા મહત્વના કાર્યો કર્યા છે તે લોકો સુધી લઈ જવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં એક 182 વિધાનસભા વિસ્તાર દીઠ LED વાહન પણ મોકલવામાં આવશે. બે દિવસ પહેલા ભાજપ કમલમ કાર્યાલયથી 50 જેટલા વિધાનસભા વિસ્તારમાં LED સિસ્ટમ ધરાવતા વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
યાત્રામાં ખુરશીઓ ખાલી : આપ ગુજરાતમાં ગૌરવ યાત્રાને લઈને આમ આદમી પાર્ટીના વક્તા યોગેશ જાદવાણીએ નિવેદન આપ્યું હતું કે, આ યાત્રામાં ભાજપના મોટા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. મીડિયાના માધ્યમથી જે ફોટા અને વિડીયો સામે આવ્યા છે, ત્યારે યાત્રાના અનેક ખુરશીઓ ખાલી રહી છે. આ યાત્રા જ્યારે અંતિમ દિવસોમાં હશે ત્યારે કોઈ પણ નહીં હોય. આ ગૌરવ યાત્રા ભાજપની સ્મશાન યાત્રા બની જશે. ભાજપે ગૌરવયાત્રાનું નામ આપ્યું છે. જાહેર પરીક્ષાના પેપર ફૂટે, પેટ્રોલના ભાવ વધે, મોંઘવારી વધે, કર્મચારીઓ આંદોલન કરે શું આ મુદ્દાની ગૌરવ યાત્રા હોવાના પ્રશ્ન આપ પાર્ટીએ કર્યા છે.
ગૌરવ યાત્રા નહીં વિદાય યાત્રા ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા લોકસરમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે ભાજપની આ ગૌરવ યાત્રા નહીં પરંતુ વિદાય યાત્રા છે અણધડ વહીવટ અને બેદરકારીના કારણે ગુજરાતના નાગરિકો અનેક મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે ગુજરાતના નાગરિકોને માફી માંગવાને બદલે ભાજપ ગૌરવ યાત્રા લઈને નીકળ્યા હોવાના પણ આક્ષેપ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા આલોકો શર્માએ કર્યા હતા. (Gujarat Assembly Election 2022)