ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભામાં જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર, ધાનાણીએ કહ્યું- પ્રેમી પંખીડાઓનું હવે શું થશે? - સરકારી સંસ્થામાં સીસીટીવી

વિધાનસભા ( Gujarat Assembly 2022)માં જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ વિધેયક અંતર્ગત તમામ સંસ્થાઓના એન્ટ્રી એક્ટિઝ અને પાર્કિગ સ્થળોએ CCTV લગાવવામાં આવશે. જો CCTV લગાવવામાં આવ્યા નહીં હોય તો 10થી 25 હજારનો દંડ ફટકારવામાં આવશે.

Gujarat Assembly 2022: વિધાનસભામાં જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર, ધાનાણીએ કહ્યું- પ્રેમીપંખીડાઓનું હવે શું થશે?

author img

By

Published : Mar 30, 2022, 7:09 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ( Gujarat Assembly 2022)માં આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાને ગુજરાત જાહેર સલામતી અમલીકરણ વિધેયક (Public Safety Implementation Bill Gujarat) રજૂ કર્યું હતું. રાજ્યની જાહેર સલામતી (Public safety In Gujarat)ના પગલાંના અમલીકરણ માટે રાજ્યની તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ તથા જે-તે સંસ્થાઓના પાર્કિંગ વિસ્તાર ખાતે CCTV સર્વેલન્સ રાખવાનું વિધેયક (CCTV surveillance In Gujarat) વિધાનસભાગૃહમાં પસાર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે- આ વિધેયક પાસ થતાં હવે અનેક પ્રકારના નિયમો લાગુ કરવામાં આવશે. પક્ષ અને વિપક્ષ દ્વારા ચર્ચા કર્યા બાદ સર્વ સંમતિ સાથે બિલ વિધાનસભાગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. હવે આ નવો નિયમ વિગતવાર રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યની તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓ (CCTV In Government Institution), મોટી કંપનીઓ અને તમામ જગ્યા ઉપર CCTV સર્વેલન્સ રાખવાની વાત કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પાર્કિંગમાં CCTV સર્વેલન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના રહેશે. સાથે જ CCTVની અંદરના તમામ વિડીયો ફૂટેજ જ ફરજિયાત 30 દિવસ સુધી રાખવાના રહેશે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ

રાજ્ય સરકાર દ્વારા સલામતી સમિતિ રચવામાં આવશે- ગુજરાત વિધાનસભાગૃહમાં જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ અમલીકરણનો ગુજરાત રાજ્યની અંદર સફળતાપૂર્વક અમલ થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર અધિનિયમના હેતુ માટે 1 અથવા તેથી વધુ વિસ્તારો માટે જાહેર સલામતી સમિતિ (Public Safety Committee Gujarat)ની રચના કરશે. જાહેર સલામતી સમિતિ અધિનિયમ હેઠળ સંસ્થાના રેકોર્ડિંગ આપવાના રહેશે. જોખમ સામે સંસ્થાઓની મુલાકાત લઇ શકાશે. સંસ્થાઓને જાહેર સલામતીના પગલાં સંબંધિત સૂચના આપી શકાશે.

જો સિસ્ટમ નહીં ઇન્સ્ટોલ થાય તો શું?- ગુજરાત વિધાનસભાગૃહમાં આજે ગુજરાત જાહેર સલામતી અમલીકરણ વિધેયક પસાર કરવામાં આવ્યું છે તે અંતર્ગત તમામ સંસ્થાઓએ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ અને પાર્કિગમાં CCTV રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સંબંધિત વિસ્તારને જાહેર સલામતી સમિતિ યોગ્ય રીતે અધિકૃત કરેલા સરકારના કોઈ અધિકારી ઓછામાં ઓછા 2 દિવસની નોટિસ આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકો દરમિયાન ઇન્સ્ટોલેશનની તપાસ માટે કોઇ સંસ્થાની કોઈપણ જગ્યામાં પ્રવેશ કરી શકશે. સાથે જ તપાસ અહેવાલનું પાલન કરવામાં કોઇ સંસ્થા નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં તેવી સંસ્થા ચલાવતાં માલિક અથવા મેનેજર અથવા વ્યક્તિઓ પાસે નાણાકીય દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેમાં કસૂરના પ્રથમ મહિના માટે 10 હજાર અને પછીના મહિનાઓ માટે 25,000 દર મહિને દંડ વસૂલ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગૃહમાં ઉગ્ર ચર્ચાઓ વચ્ચે બહુમતીથી પસાર થયું

યુવા પ્રેમીપંખીડાઓનું શુ થશે: પરેશ ધાનાણી

પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં બિલ પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, સરકાર વિધાનસભામાં CCTVનો કાયદો લાવી રહી છે. ત્યારે ત્યારે વર્તમાન સમયમાં યુવાઓ એક જગ્યાએ ભેગા થતા હોય છે. પ્રેમીપંખીડાઓ એક જગ્યાએ બેઠા હોય છે, ત્યારે આંખો ઉપર CCTV આવે તો તેમના અધિકારનું હનન છે. જો કોઈ વ્યક્તિના હાથમાં આવા CCTV આવી જાય તો તે રાજ્યની દીકરીઓને હેરાન પણ કરી શકે છે તેવા પણ પ્રશ્નો કર્યા હતા.

અત્યારે રોડ પર લગાવેલા CCTVની વિગતો પોલીસ પાસે નથી- કોંગ્રેસના MLA શૈલેષ પરમારે વિધાનસભાગૃહમાં જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, અત્યારે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં જે CCTV રોડ પર લગાવવામાં આવ્યા છે તેની પૂરતી વિગત પોલીસ પાસે નથી. કોઈપણ ઘટના બને અને પોલીસ CCTV ચેક કરવા માટે આવે ત્યારે કોઈપણ વ્યક્તિ CCTV ચેક કરવાની ના પાડતું નથી. ત્યારે આવા ખોટા ખર્ચા કરવાની જરૂર ન હોવાનું નિવેદન પણ શૈલેષ પરમારે કર્યું હતું.

જિલ્લા પંચાયતમાં CCTV મૂકો- કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભાગૃહમાં કહ્યું હતું કે, જો તમે CCTV મૂકવા હોય તો જિલ્લા પંચાયતમાં મૂકો, તાલુકા પંચાયત ઓફિસોમાં મુકો અને કર્મચારીઓ ક્યારે આવે છે? કેટલા વાગે આવે છે? તે ચેક કરવું જોઈએ. આ સાથે જ જેલમાં જે રીતે મોબાઇલ અને સીમકાર્ડ પકડાઈ રહ્યા છે ત્યારે તે જગ્યાએ CCTV મૂકો અને આવા ખોટા ખર્ચા કરતાં પોલીસના ગ્રેડ પેમાં વધારો કરવાની માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.