- વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ 25 નવેમ્બરથી ફોર્મ ભરી શકશે
- ફોર્મ ભરવા માટે એક માસનો સમય આપવામાં આવ્યો
- નવેમ્બર માસ પૂર્ણ થયા પહેલા જ શરૂ થશે ફોર્મ ભરવાની પ્રક્રિયા
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) દ્વારા બોર્ડની પરીક્ષા (Board Exams) ફી નક્કી કરવામાં આવી છે, ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, જે અંગેનો પરિપત્ર (Circular) જારી કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ફોર્મ (Forms) ભરવા માટે એક મહીનાનો સમય આપવામાં આવ્યો છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ (Science stream)ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો (Date of form filling process) જારી કરવામાં આવી છે.
સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 22 નવેમ્બરથી ફોર્મ ભરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર (GSHSEB Circular) મુજબ 22 નવેમ્બરથી બપોરે 2:00 કલાકથી ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. આ ફોર્મ પ્રક્રિયા 21 ડિસેમ્બરના રોજ રાત્રીના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ (Website of GSHSEB) gseb.org પર ભરી શકાશે. તો આ જ રીતે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ 25 નવેમ્બર બપોરે 2:00 કલાકથી 24 ડિસેમ્બર સુધી રાત્રીના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે
આ ઉપરાંત ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે, તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું. નિયમિત ખાનગી રીપીટર વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે. ગત વખતે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા કોરોનાને કારણે લેવાઈ નહોતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓની ફોર્મ પ્રક્રિયા અને ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
સ્કુલ ફોર્મ ભરાવી ફોર્મ અને ફી જમા કરાવવાના રહેશે
ધોરણ 12ના વિદ્યાર્થીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોર્મ અને ફી સ્કૂલમાં જઈ ભરી શકશે. ફોર્મ ફી ભર્યા બાદ બોર્ડની વેબસાઇટ પર જમા કરાવાનું રહેશે. પોતાના નિયમિત સમય મુજબ સ્કુલ ફોર્મ ભરાવી ફોર્મ અને ફી જમા કરાવવાના રહેશે તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિયમિત ખાનગી રીપીટર વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન જ કરવાના રહેશે.
આ પણ વાંચો: રાજકોટ મધ્યસ્થ જેલમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર, એક કેદીનું મોત-એક હૉસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો: Dwarka drugs case: 120 કરોડનાં ડ્રગ્સ સાથે 3 આરોપીઓની કરાઇ અટકાયત