- GPSC દ્વારા સરકારી નોકરીની જાહેરાત
- કુલ 1203 જેટલી જગ્યાઓ માટે કરાઈ જાહેરાત
- નાયબ કલેકટર, ડીવાયએસપી જેવી પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
- નવેમ્બર 2021 માં આવશે પરિણામ
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા યુવાનોને સરકારી નોકરી મળી રહે તે માટે સરકારી નોકરીની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે GPSC દ્વારા કુલ 1203 જગ્યાઓ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ જાહેરાતનું પરિણામ નવેમ્બર 2021મા જાહેર કરવામાં આવશે.
કયા વર્ગની કેટલી જગ્યાઓ માટે જાહેરાત કરાઈ ?
નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીઃ કુલ 15
નાયબ પોલીસ અધિક્ષક (Dy.S.P.): 20
જિલ્લા/નાયબ રજીસ્ટ્રારઃ 03
મદદનીશ રાજ્યવેરા કમિશ્નરઃ 38
નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ): 01
એમ સંયુક્ત રીતે વર્ગ-1ઃ 77
સેક્શન અધિકારી (વિધાનસભા)ની: 01
મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારનીઃ 07
રાજ્ય વેરા અધિકારીનીઃ 64
જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરનીઃ 25
સરકારી શ્રમ અધિકારીનીઃ 25
સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) નીઃ 01
એમ સંયુક્ત રીતે વર્ગ-2ની કુલ 123 જગ્યાઓ
હિસાબી અધિકારી, વર્ગ-1 ની કુલ-12 જગ્યાઓ
પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-2ની કુલ-51 જગ્યાઓ
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 ની કુલ-257 જગ્યાઓ
સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકોની કુલ-38 જગ્યાઓ,
સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અને કાયદા વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-186 જગ્યાઓ
બી.એડ. વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-28 જગ્યાઓ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કુલ-51 જગ્યાઓ
ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની કુલ-119 જગ્યાઓ
વહીવટી અધિકારી ઉદ્યોગ અને ખાણ વિભાગની કુલ- 01
મુખ્ય ઔદ્યોગિક સલાહકાર, વર્ગ-1ની કુલ-01
ઉદ્યોગ અધિકારી (તાંત્રિક), વર્ગ-2ની કુલ-01
ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-1 ની કુલ-07
સંશોધન અધિકારી, વર્ગ-2 ની કુલ-35, ગ્રંથાલય નિયામક, વર્ગ-1 ની કુલ-01
સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-1ની કુલ-01
સહાયક પુરાતત્વ નિયામક, વર્ગ-2 ની કુલ-05
મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-2 ની કુલ-01
અધીક્ષક પુરાતત્વવિદ, વર્ગ-2 ની કુલ-01
વહીવટી અધિકારી (મત્સ્યોદ્યોગ) વર્ગ-2 ની કુલ-01
મદદનીશ નિયામક (બોઇલર), વર્ગ-2ની કુલ-05
મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-3 ની કુલ-01
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-2 ની કુલ-04
મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ), વર્ગ-1 ની કુલ-05
રેડિયોલોજીસ્ટ ની કુલ-49
ફીઝીશીયન, કા.રા.વિ.યો. ની કુલ-05
પીડીયાટ્રીશીયનની કુલ-131
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીના પ્રાધ્યાપકની કુલ-02
ઈમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રાધ્યાપકની કુલ-04 જગ્યાઓ
કેવી રીતે છે જાહેર પરીક્ષાની પ્રક્રિયા
વર્ગ-1,2 અને 3 ની કુલ - 1203 જગ્યાઓ માટે 70 જાહેરાત પ્રસિદ્ધ, જીપીએસસી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર 2020 નિયત કરાઈ છે. પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ 2 પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 21 માર્ચ 2021ના રોજ લેવાશે. જેનું પરિણામ મેં 2021 માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 04- 11 અને 18 જુલાઇ-2021ના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર-2021 માં જાહેર થશે. તેમજ ઇન્ટરવ્યૂ નવેમ્બરમાં થશે અને આખરી પરિણામ 30 નવેમ્બર, 2021 પહેલા પ્રસિદ્ધ કરાશે.