ETV Bharat / city

અકસ્માતના નિવારણ માટે સરકારનું આયોજન, BRTS ટ્રેકમાં વાહન ચલાવનારને 2000 દંડ

author img

By

Published : Nov 25, 2019, 7:09 PM IST

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને સુરતમાં BRTS ટ્રેકમાં અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જેમાં કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિટી દ્વારા સરકારને અનેક સૂચનો આપવામાં આવ્યા હતા. જ્યારે મંગળવારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ BRTSના જે ટ્રાફિક વાળા જંકશન અને ચાર રસ્તા એ રૂબરૂ મુલાકાત લઈને ટ્રાફિકને લગતી સમસ્યાઓની સમીક્ષા કરશે.

ETV BHARAT

BRTS દ્વારા સર્જાતા અકસ્માતને લઇને સોમવારે બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠક બાદ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ કમિશનર, કોર્પોરેશનના અધિકારીઓ, એન્જિનિયરો તથા ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીની સોમવારે પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અકસ્માતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે કમિટી દ્વારા BRTS ટ્રેકમાં અકસ્માતની સંખ્યા ઘટે તે અંગેના પણ કારણો આપવામાં આવ્યાં હતાં. જેમાં, જો હવે કોઈ વ્યક્તિ BRTS ટ્રેકમાં પ્રવેશ કરશે તો તે વ્યક્તિને 1500થી 2000 રૂપિયા દંડ થાય તેવું પણ રાજ્ય સરકારે ખાસ આયોજન કર્યું છે.

અકસ્માતના નિવારણ માટે સરકારે કર્યું આયોજન,

બેઠક અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે જણાવ્યું હતું કે, સોમવારે અમદાવાદ શહેરના ટ્રાફિક મુદ્દે સોમવારે બેઠક યોજાઇ હતી. જેમાં તમામ ચાર રસ્તા ઉપર કે, જ્યાં સ્પીડ બ્રેકરની જરૂર છે, ત્યાં સ્પીડબ્રેકર બનાવવામાં આવશે. ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનરે બેઠકમાં સૂચન આપ્યું હતું કે, અમદાવાદમાં પોલીસનો પૂરતો સ્ટાફ હોવાના કારણે BRTS ટ્રેકમાં બાઉન્સરોની જરૂર નથી.

બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા, મેયર બીજલ પટેલ અને રાજ્યના વાહન વ્યવહાર અગ્રસચિવ સુનયના તોમર પણ હાજર રહ્યાં હતાં.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને સુરતમાં બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માતની હારમાળા સર્જાઇ છે જેમાં કેટલાય લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હજી વધુ જીવ ગુમાવવો ન પડે તે માટે રાજ્ય સરકાર વધુ ચિંતિત બની હતી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ના અધ્યક્ષ હેઠળ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં કમિટી દ્વારા અનેક સુચનો સરકારને આપવામાં આવ્યા હતા. જ્યારે આવતીકાલે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ બીઆરટીએસના જે ટ્રાફિક વાળા જંકશન અને ચાર રસ્તા છે ત્યાં પણ પોતે રૂબરૂ મુલાકાત લઈને ટ્રાફિકને લગતી સમસ્યાઓની સમીક્ષા કરશે.
Body:બેઠક બાદ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ કમિશનર કોર્પોરેશનના અધિકારીઓ એન્જિનિયરો તથા ટ્રાફિક પોલીસના અધિકારીઓ ની એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટીની આજે પ્રથમ બેઠક યોજવામાં આવી હતી જે આ બેઠકમાં બેઠકમાં જે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે તેની અંગે સમીક્ષા કરવામાં આવી હતી જ્યારે કમિટી દ્વારા બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માતની સંખ્યા ઘટે તે અંગેના પણ કારણો આપવામાં આવ્યા હતા જેમાં જો હવે કોઈ વ્યક્તિ બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશ કરશે તો તે વ્યક્તિને 1500થી 2000 રૂપિયા દંડ થાય તેવું પણ રાજ્ય સરકારે ખાસ આયોજન દીવ છે જ્યારે તે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને કેસ પણ નોંધવામાં આવશે..

જ્યારે આ બેઠક બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પટેલે જણાવ્યું હતું કે આજે અમદાવાદ શહેરના ટ્રાફિક મુદ્દે આજે બેઠક યોજાઇ હતી તેમાં તમામ ચાર રસ્તા ઉપર કે જ્યાં સ્પીડ બ્રેકર ની જરૂર છે ત્યાં સ્પીડબ્રેકર બનાવવામાં આવશે તથા અત્યારે વર્તમાન સમયમાં જે અને બીઆરટીએસ ટ્રેક પર ઉભા રાખવામાં આવ્યા છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે જેમાં અમદાવાદ પોલીસ કમિશનરે બેઠકમાં સૂચન આપ્યું હતું કે અહીંયા અમદાવાદમાં પોલીસ નો પૂરતો સ્ટાફ હોવાના કારણે હવે બીઆરટીએસ ટ્રેકમાં બાઉન્સરોની જરૂર નથી ત્યારે હવેથી બીઆરટીએસ ટ્રેકમાં પણ ટ્રાફિક પોલીસ ફરજ બજાવશે તેઓ પ્રાથમિક કક્ષાએ જાણવા મળ્યું હતું.

બાઈટ... પ્રદીપસિંહ જાડેજા રાજ્યગૃહપ્રધાન
બીજલ પટેલ મેયર અમદાવાદ
Conclusion:જ્યારે બીઆરટીએસ ટ્રેકમાં કોઇ વાહનચાલક પ્રવેશ ના મેળવે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે જ્યારે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા અને મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા સાથે જ રાજ્યના વાહન વ્યવહાર અગ્રસચિવ સુનયના તોમર પણ બેઠકમાં હાજર રહ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.