ETV Bharat / city

વાહનચાલકો સાવધાન, પૂરતા દસ્તાવેજ નહીં હોય તો પોલીસ ફટકારશે ઉચ્ચક દંડ

મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં આજે શનિવારે કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં વાહનચાલકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ જો વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ નહીં હોય તો રાજ્યની પોલીસને ઉચ્ચક દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે.

વિજય રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય

author img

By

Published : Apr 24, 2021, 11:02 PM IST

  • રાજ્યના સરકારનો વાહનચાલકો માટે મહત્વનો નિર્ણય
  • પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહનચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાશે
  • ટુ વ્હીલર- થ્રી વ્હીલર માટે રૂપિયા ૫૦૦ અને ફોર વ્હીલર વાહનો માટે રૂપિયા 1000 વસૂલાશે

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આજે શનિવારે ફરીથી વાહનચાલકો પાસેથી દંડ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ કોર કમિટીની બેઠકમાં રાજ્યના એક પણ વાહનચાલકો પાસેથી દંડ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આજની બેઠકમાં રાજ્ય સરકારે યુ-ટર્ન માર્યો છે અને જો વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ ન હોય તો રાજ્યની પોલીસને ઉચ્ચક દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે.

આ પણ વાંચો: જામનગરમાં મુખ્ય પ્રધાને કોરોના સ્થિતિ અંગે બેઠક યોજી

માસ્કનું ફરજિયાત સર્વેલન્સ

આ સંદર્ભમાં રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં ફરજિયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝૂંબેશ અને સર્વેલન્સ મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ અને નર્સિંગ હોમ કોરોનાની સારવાર કરી શકશે

જાહેર જનતાની રૂપાણીને પહોંચી ફરિયાદ

મુખ્યપ્રધાન રૂપાણી સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે ઘણી વખત વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં RTOના નિયમ અનુસાર આ પ્રકારના વાહનચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે.

કેટલો દંડ વસૂલવામાં આવશે

રાજ્ય સરકારની કોર કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ટુ વ્હીલર-થ્રી વ્હીલર વાહનો માટે રૂપિયા 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂપિયા 1,000નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે. આમ, કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહનચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત આપી છે. એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.

વાહનવ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે. જે મુજબ રાજ્યમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-1988 અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.