ETV Bharat / city

ગણપતિ બાપ્પા મોરિયા : ગણેશ ઉત્સવને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય - ગણેશચર્તુથી 2022

રાજ્ય સરકારે આગામી ગણેશોત્સવ (Ganesh Utsav 2022) દરમિયાન મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્ય સરકારે ગણેશજીની મૂર્તિની ઉંચાઇ અને વિસર્જનને લઈને નિર્ણય સામે આવ્યો છે. 2021માં કોરોનાના પગલે ગણેશોત્સવમાં કેટલીક (Govt Decision Regarding Ganesh Utsav) ગાઈડલાઈન હતી, ત્યારે આ વર્ષે શું નિર્ણય કરવામાં આવ્યો જાણો.

ગણપતિ બાપ્પા મોરિયા : ગણેશ ઉત્સવને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

author img

By

Published : Jul 9, 2022, 9:58 AM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ (Ganesh Utsav 2022) નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે. તેમજ વ્યક્તિગત ગણેશ (Ganeshchartu 2022) સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. ત્યારે 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતિને ધ્યાને લઈને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી.

આ પણ વાંચો : વપરાયેલી વસ્તુઓમાંથી શેડો આર્ટ થકી 10 કલાક અને 30 રૂપિયાના ખર્ચે તૈયાર કર્યા ગણેશજી

ગણેશ ઉત્સવને લઈને નિર્ણય - 2021માં જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા (Govt Decision Regarding Ganesh Utsav) નિર્ધારીત થયેલી હતી. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31મી, માર્ચ 2022 પછી અમલમાં નથી. તેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં હવે ગણેશચર્તુથીમાં આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઉંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે.

આ પણ વાંચો : ગણપતિ ઉત્સવ પૂર્વે શુષ્ક ખરીદી: જુઓ ગણપતિ સ્ટોલ પરથી ETV BHARATનું રિયાલિટી ચેક

નિયંત્રણ બોર્ડ માર્ગદર્શક સૂચનોનો અમલ - ઉલ્લેખનીય છે કે, 2021માં કોરોનાના મહામારી વચ્ચે લોકો ઉત્સવ ઉત્સાહ ભરે ઉજવણી (Establishment day Ganesh Utsav) કરી શક્યા ન હતા. તેથી આ વર્ષે કોરોનાના કેસનું સંક્રમણ ઓછું જોવા મળતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ગણેશજીની મૂર્તિ બનાવવા તેમજ તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.