- મર્ડર અને બાળકને તરછોડી દેવાની વાતને જોઈ વકીલોએ પણ દૂર રહેવાનું નક્કી કર્યું
- સચિન દીક્ષિત તરફથી કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો
- કોર્ટમાં સરકારી વકીલ તરફથી લીગલ કાર્યવાહી કરાઈ
ગાંધીનગર : ગાંધીનગર કોર્ટે (Gandhinagar Court ) સચિન દીક્ષિતના (Sachin Dikshit) 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ ચકચારી કેસમાં તેના તરફથી કોઈ વકીલ પણ હાજર નહોતો. આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે મર્ડર અને બાળકને તરછોડી દેવાની વાતને જોઈ Gandhinagar Bar Association ના વકીલો પણ આ કેસમાં આરોપી તરફે ન લડવા અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.
Gandhinagar Bar Association ના કોઈપણ સભ્ય આ કેસમાં ક્યાંય નહીં રોકાય
ગાંધીનગર બાર એસોસિએશનના (Gandhinagar Bar Association) પ્રમુખ લાલસિંહ ગોહિલે કહ્યું હતું કે, આ કેસમાં તેને મર્ડર પણ કર્યું હોવાની વાત સામે આવી છે. ત્યારે બાળકનું શું? આ બાળક પર લાગણી હતી જેથી બાર એસોસિએશનના કોઈપણ સભ્ય તેમાં નહીં રોકાય તેવું અમે નક્કી કર્યું છે. આ એક અધમ કૃત્ય છે ત્યારે તેના તરફેણમાં ગાંધીનગર બાર એસોસિએશન તરફથી કોઈ વકીલ હાજર નહી રહે. નાના બાળકનું શું તેનો ખ્યાલ કદાચ આરોપીને નહીં હોય. જેથી આ બધી બાબતોને જોતાં અમે આ બાબતે અળગા રહીશું.
આજે પણ તેના તરફથી કોઈ વકીલ હાજર નહોતો
ગાંધીનગર કોર્ટમાં (Gandhinagar Court ) જ્યારે સચિન દીક્ષિતને (Sachin Dikshit) હાજર કરવામાં આવ્યો હતો ત્યારે આજે પણ તેના તરફથી કોઈ વકીલ હાજર નહોતો. સરકાર તરફથી કોર્ટે વકીલને લીગલ ડિપાર્ટમેન્ટમાંથી (Legal Aid ) હાજર રહેવા કહ્યું હતું. જેથી તેમના તરફથી આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્ટે તરછોડાયેલા બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ
આ પણ વાંચોઃ Abandoned child case: સચિન દીક્ષિતનો કરાશે DNA ટેસ્ટ, વધુ તપાસ અને પૂછપરછના આધારે પોલીસ કરશે કાર્યવાહી