ETV Bharat / city

રૂપાણી સરકારે કરેલી જાહેરાતનો ભુપેન્દ્ર સરકાર કરશે અમલ, કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે - dearness allowance From July 1, 2021

રાજ્યમાં અગાઉની રૂપાણી સરકાર (Rupani Government)ના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાને લઈને જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 1 જુલાઈ 2021 થી ભથ્થું લાગુ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ અચાનક સરકાર બદલાતા (CM Bhupendra Patel) તે જાહેરાતને પગલે મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ને લઈને કોઈ સર્ક્યુલેશન બહાર પાડવામાં ન આવતા કર્મચારીઓ અવઢવમાં મૂકાયા છે.

employees will-be given dearness allowance
કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે
author img

By

Published : Oct 4, 2021, 7:59 PM IST

  • રાજ્યમાં કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થું
  • 1 જુલાઈ 2021 થી મોંઘવારી ભથ્થું લાગુ પડશે
  • ઓક્ટોબર માસમાં જાહેર કરવામાં આવ્યું હતું ભથ્થું
  • રાજ્યમાં 6ઠા અને 7માં પગારપંચનો અમલ થશે

ગાંધીનગર : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ કરે તે પહેલા જ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે(Rupani Government) ચૂંટણીની તારીખ જાહેર થાય અને આચાર સહિતા લાગુ થાય તેના એક કલાક પહેલાં જ સરકારી કર્મચારીઓને સાતમાં પગાર પંચની જોગવાઈ લાગુ કરવાની જાહેરાત કરીને 28 ટકા મોંઘવારી ભથ્થુ(Dearness Allowance) આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના અનેક દિવસો વીતી ગયા હોવા છતાં પણ રાજ્ય સરકાર (CM Bhupendra Patel) દ્વારા કોઈ સર્ક્યુલેશન બહાર ન પડાતાં અને કર્મચારીઓને પ્રશ્ન ઉભો થયો હતો.

રૂપાણી સરકારની જાહેરાત, ભુપેન્દ્ર પટેલની સરકારે અનુસરી

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને 28 ટકા મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી, ત્યારે 12 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ રૂપાણી સરકારમાં જાહેર થયેલા ૨૮ ટકા મોંઘવારી ભથ્થાનો અમલ થશે કે નહીં તે બાબતે સરકારી કર્મચારીઓ અવઢવમાં મુકાયા છે, પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકારે તાત્કાલિક ધોરણે 22 સપ્ટેમ્બરના રોજ ઠરાવ કરીને રૂપાણી સરકારે કરેલી જાહેરાતનું અનુકરણ કર્યું હતું.

1 જુલાઈ 2021 થી લાગુ

રાજ્યના નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અને ઠરાવ પ્રમાણે 1 જુલાઈ 2019ની અસરથી ૧૭ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવમાં જણાવવામાં આવેલું હતું, જ્યારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 1-1-2020 થી 1 જુલાઈ 2020 તથા ૧ જાન્યુઆરી 2021 થી ચૂકવવા પાત્ર થતું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાનો નિર્ણય અગાઉની રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારના 20 જુલાઈ 2021ના મેમોરેન્ડમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના કિસ્સામાં સ્થગિત કરેલા મોંઘવારી ભથ્થાનું એકત્રીકરણ કરીને 1 જુલાઈ 2021 ની અસરથી હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના ૧૭ ટકાના દરમાં વધારો કરી 28 ટકા કરવામાં આવ્યો હતો, જે 1 જુલાઈ 2021 ની અસરથી લાગુ થશે.

કેવી રીતે ચુકવવામાં આવશે મોંઘવારી ભથ્થું

કર્મચારીઓના કિસ્સામાં સપ્ટેમ્બર 2021 થી 28 ટકા મુજબ મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઇ 21 ના તફાવતની રકમ ઓક્ટોબર 21ના પગારની સાથે તથા ઓગસ્ટ 21 ના તફાવતની રકમ જાન્યુઆરી 2020 ના પગારની સાથે ચુકવવાની રહેશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.