ETV Bharat / city

ગાંધીનગરમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાનું કામ કરતા પાંચ ભૂમાફિયા ઝડપાયા

ગાંધીનગરમાં યુક્તિ પ્રયુક્તિ કરી જમીન પચાવી પાડવાનું ગેરકાયદેસર કામ કરતા પાંચ ભૂમાફિયા પકડાયા હતા. જેઓ ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે જમીન પચાવી પાડવાનું કામ કરતા હતા. ભૂમાફિયાની ટોળકીની ડભોડા પોલીસે ધરપકડ કરી છે.

News of the theft
News of the theft
author img

By

Published : Jun 3, 2021, 8:08 PM IST

  • ગાંધીનગરમાં જમીન પચાવતી ટોળકીની ડભોડા પોલીસે ધરપકડ કરી
  • પાસા હેઠળ અટકાયત કરવામાં આવી
  • બનાવટી પાવર ઓફ એટર્ની પણ તૈયાર કરતા હતા

ગાંધીનગર: ગાંધીનગરમાં યુક્તિ પ્રયુક્તિ કરી જમીન પચાવી પાડવાનું ગેરકાયદેસર કામ કરતા પાંચ ભૂમાફિયા પકડાયા હતા. જેઓ ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે જમીન પચાવી પાડવાનું કામ કરતા હતા. ભૂમાફિયાની ટોળકીની ડભોડા પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સો ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરતા હતા. આવા ભૂમાફિયાઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. સંડોવાયેલા શખ્સોમાં ભરત રબારી, કેતન રાવળ, કપિલ પરમાર, ભૂપતસિંહ વાઘેલા, રમેશ પ્રજાપતિ આમ પાંચ શખ્સોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : જામનગરના બહુચર્ચિત જમીન કૌભાંડમાં 7 આરોપીઓના જામીન નામંજૂર

ઈસમો ખેડૂતોના ગેરકાયદેસર સહી અને અંગૂઠા લેતા હતા

ગાંધીનગર જિલ્લાના વલાદ ગામની સીમના અલગ અલગ 10 સર્વે નંબરની કિંમતી જમીન કે જેનું શેત્રફળ 10-57-32 આશરે 45 વિઘા જમીન થાય છે. જે જમીન આરોપીઓએ વેચાણ લેવાના બહાના હેઠળ જમીનના માલિક ખેડૂતોને વિશ્વાસમાં લઇ વર્તમાન પેપરમાં ટાઇટલ ક્લિયર આપવાના બહાને જમીન માલિક ખેડૂતોને આરોપીઓ અગાઉ તૈયાર કરી લઇ આવેલ અલગ અલગ વર્તમાન પેપરના ટાઇટલ ફોર્મના પત્રોમાં ગેરકાયદેસર સહી અને અંગૂઠા લેતા હતા. આ સહીઓ અને અંગૂઠાવાળા કાગળનો દુરુપયોગ કર્યો હતો. જેમાં જુના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કર્યો હતો, ફોટા અને બનાવટી પાવર ઓફ એટર્ની પણ તૈયાર કર્યા હતા. આ ખોટા અને બનાવટી પાવર ઓફ એટર્ની બાબતે આધારે સબ રજીસ્ટાર ગાંધીનગરની કચેરીમાં જમીનના દસ્તાવેજો કરાવી લઈ, જમીન માલિક ખેડૂતોની કિંમતી જમીન પચાવી પાડવાનું ગેરકાયદેસર કામ કરતા હતા.

આ પણ વાંચો : કોર્પોરેશનની ચૂંટણી પહેલા જામનગરમાં ફાયરિંગ, ભૂમાફિયા જયેશ પટેલ સાથેની જૂની અદાવતમાં થયું ફાયરિંગ

જમીન પચાવી પાડવા નિષેધ અધિનિયમ 2020 એક્ટ હેઠળ અલગ-અલગ ત્રણ ગુનાઓ દાખલ કરાયા

આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા નિષેધ અધિનિયમ 2020 એક્ટ હેઠળ અલગ-અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાની તપાસના કામમાં ડીવાયએસપી એમકે રાણા તેમજ તેમની સાથે રહેલ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ પાંચ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પાંચ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટરને ઉપરોક્ત તમામ પાસા દરખાસ્ત મોકલી હતી. જેથી તેને મંજૂર કરાતા આ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસ જપ્તામાં અલગ-અલગ જેલમાં મોકલી દેવાયા છે. આ આરોપીઓને ભાવનગર, કચ્છ, રાજકોટ, વડોદરા, સુરત એમ અલગ અલગ શહેરોની જેલમાં ધકેલવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.