ETV Bharat / city

બાગાયતી પાકમાં લોકડાઉન દરમિયાન ખેડૂતોને નહિવત નુકસાન, સોશિયલ મીડિયાની મદદથી ખેડૂતો કમાયા: પી.એમ.વઘાસિયા

રાજ્યમાં લોકડાઉન દરમિયાન લોકોએ અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો પણ બાકાત રહ્યા નથી. રોજે-રોજ શાકભાજી અને ફળ પકવતા રાજ્યના ખેડૂતોને નુકસાન નહીં જાય, તે માટે બાગાયતી વિભાગ દ્વારા અનેક પગલાઓ પણ ભરવામાં આવ્યાં હતા.

ETV BHARAT
બાગાયતી પાકમાં લોકડાઉન દરમિયાન ખેડૂતોને નહિવત નુકસાન, સોશિયલ મીડિયાની મદદથી ખેડૂતો કમાયા: પી.એમ.વઘાસિયા
author img

By

Published : Jul 28, 2020, 7:50 PM IST

ગાંધીનગર: રાજ્યમાં લોકડાઉન દરમિયાન લોકોએ અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો પણ બાકાત રહ્યા નથી. રોજે-રોજ શાકભાજી અને ફળ પકવતા રાજ્યના ખેડૂતોને નુકસાન નહીં જાય, તે માટે બાગાયતી વિભાગ દ્વારા અનેક પગલાઓ પણ ભરવામાં આવ્યાં હતા. આમ લોકડાઉન દરમિયાન ખેડૂતોને નહિવત નુકસાનના ધોરણે બાગાયતી વિભાગ મદદે આવ્યું હતું.

બાગાયતી પાકમાં લોકડાઉન દરમિયાન ખેડૂતોને નહિવત નુકસાન, સોશિયલ મીડિયાની મદદથી ખેડૂતો કમાયા: પી.એમ.વઘાસિયા

લોકડાઉન દરમિયાન બાગાયત વિભાગની કામગીરી બાબતે રાજ્યના બાગાયત વિભાગના MD પી.એમ.વઘાસિયાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 18 લાખ હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યમાં લોકડાઉનનો અમલ થયો, ત્યારે કેળાની સિઝન હતી. આ સિઝન દરમિયાન ખેડૂતોને કેળાનો પાક વેચવામાં મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જ્યારે લોકડાઉન વધુ કડક થયું, ત્યારે ચીકુનો મબલક પાક થયો હતો.

બાગાયત વિભાગે રાજ્ય સરકારના વિભાગો પાસેથી જરૂરી પરવાનગી લઈને ગુજરાત રાજ્યમાંથી ચીકુનું ટ્રાન્સપોર્ટ દિલ્હી ખાતે કર્યું હતું, જ્યારે અન્ય શાકભાજી અને પાકની વાત કરવામાં આવે તો, ખેડૂતોને સોશિયલ મીડિયા મારફતથી બાગાયતી વિભાગે વેચાણ કરવામાં મદદ કરી હતી.

ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે કોઈ દલાલની અથવા તો કોઇ વચેટિયાની જરૂર પડતી હોય છે. આ સમય દરમિયાન લોકડાઉનમાં ખેડૂતોને માર્કેટ પણ રાજ્ય સરકાર દ્વારા અને બાગાયતી વિભાગ દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું. જેથી ખેડૂતોને લોકડાઉન દરમિયાન નહિવત નુકસાન થયું છે.

લોકડાઉન દરમિયાન તમામ વેપાર ધંધા બંધ હતા. આ સાથે જ શરૂઆતના દિવસોમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ બંધ હતી. આ સમયે ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પોતાના ફળ અને પાક લાવવા-લઈ જવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ પાસ ઈશ્યુ કરીને ખેડૂતોને પાકને નુકસાનીથી બચાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

લોકો પાક ઉત્પાદન તરફ વળ્યા

બાગાયત વિભાગના મુખ્ય અધિકારી MD પી.એમ.વઘાસિયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન લોકોને ઘરે રહેવાની જ ફરજ પડી હતી, ત્યારે આ સમયનો ઉપયોગ લોકોએ પોતાના ઘરની જમીન જે ખાલી પડી હોય તે જમીનમાં ફળ અને શાકભાજીનું પણ ઉત્પાદન કર્યું હતું. આમ લોકડાઉન દરમિયાન લોકો જમીનનો ઉપયોગ કરીને પોતાની રીતે જ પાક પકવતા પણ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.