ગાંધીનગર: સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે જેમાં ખેડૂતોને ભારે વરસાદને કારણે ભારે નુકસાન પણ થયું છે. ત્યારે રાજ્યના સીએમ દ્વારા પાક નુકસાનના સર્વેની જાહેરાત કરી છે. એ જાહેરાત બાદ રાજ્ય સરકાર હવે ટૂંકસમયમાં સર્વેની કામગીરી શરૂ કરશે અને ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરશે.
આ બાબતે રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઝોનમાં વધુ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે રાજ્યના સીએમ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય અને સમયસર નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ વર્ષે સરકારે સિસ્ટમ પણ બદલી હોવાને કારણે સર્વે થયા બાદ ખેડૂતોને નુકસાનીની સહાય રકમ પણ ગણતરીના દિવસોમાં સમયસર ખેડૂતોના ખાતામાં જ રકમ જમા કરવામાં આવશે.
આમ, હવે રાજ્યના ખેડૂતોને આર્થિક નુકસાન બાબતે રાજ્ય સરકાર દ્વારા ટૂંકસમયમાં સર્વે કરવામાં આવશે.