ગાંધીનગર : રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન(Minister of State for Social Justice and Empowerment) પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વર્ગોની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે 'Help Age India' ના સહયોગથી રાજ્યમાં 'Elder Help Line' નંબર શરૂ કરવામાં(Launch of Elder Help Line) આવ્યો છે, જેમાં વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોને સાંભળીને તેનો ઉકેલ લાવવામાં આવશે.
નાગરીકો સવારે 8થી રાત્રીના 8 વાગ્યા સુધી લઈ શકશે મદદ
શરૂઆતના તબક્કામાં અત્યારે રાજ્ય સરકાર દ્વારા સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી હેલ્પલાઇનની સેવા શરૂ રહેશે. આજે રાજ્ય સરકાર દ્વારા ફક્ત લોન્ચિંગ કાર્યક્રમ જ રાખવામાં આવ્યો હતો, જ્યારે આ હેલ્પલાઇનનો કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટ ગાંધીનગરના જુના સચિવાલય ખાતે તૈયાર કરવામાં આવશે જે ટૂંક જ સમયમાં શરૂ થશે.
ક્યાં વિભાગોની લેવાશે મદદ
વરિષ્ઠ નાગરિકો માટે 'Elder Help Line' શરૂ કરવામાં આવી છે, જે બાબતે પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગ, પોલીસ વિભાગ, મહેસુલ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તથા તમામ મહાનગરપાલિકા સત્તા મંડળ તેમજ વૃદ્ધોના ક્ષેત્રે કામ કરતી સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને મંડળો સાથે સંકલનમાં રહી વૃદ્ધાઓને લગતા પ્રશ્નો જેવા કે સલામતી આરોગ્યની સેવા પરામર્શ બચાવ અને પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવશે.
વરિષ્ઠ નગરિકોને સરકારી સેવાઓના લાભથી માહીતગાર કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા 'Elder Help Line' માટે જે સેવા લોન્ચ કરવામાં આવી છે તેના માટે 14567 નંબર આપવામાં આવ્યા છે, જેમાં સરકારની વૃદ્ધ પેન્શન યોજના, નાગરિકોની સરકારી યોજનાનું માર્ગદર્શન અને નિરાકરણ, વૃદ્ધાઓની સારવાર અને સંભાળ તથા વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાશ્રમ અંગેની માહિતી પૂરી પાડવાની જવાબદારી પણ હેલ્પલાઇન દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચો : ભાજપે કોવિડ-19 સામે નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ કરી
આ પણ વાંચો : આહવામાં સાંસદ કે.સી.પટેલ દ્વારા 'સખી વન સ્ટોપ' સેન્ટરનુ ઉદઘાટન