ETV Bharat / city

શૈક્ષણિક કેલેન્ડર જાહેર, દિવાળી અને ઉનાળુ વેકેશનની તારીખો જાણો

author img

By

Published : Aug 17, 2021, 7:36 PM IST

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કર્યા છે ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં 365 દિવસમાંથી 80 દિવસ રજાના બાદ કર્યા પછી કુલ 245 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે.

શૈક્ષણિક કેલેન્ડર જાહેર, દિવાળી અને ઉનાળુ વેકેશનની તારીખો જાણો
શૈક્ષણિક કેલેન્ડર જાહેર, દિવાળી અને ઉનાળુ વેકેશનની તારીખો જાણો
  • રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કર્યું કેલેન્ડર, કુલ 245 કામકાજના દિવસો
  • 1 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
  • 9 મે 2022થી 13 જૂન 2022 સુધી ઉનાળુ વેકેશન

    ગાંધીનગર : 2021-22ના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણેે 1 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન અને 9 મે 2022 થી 13 જૂન 2022 સુધી ઉનાળા વેકેશનની પણ જાહેરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

    પ્રથમ સત્રમાં 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કાર્ય

    રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર 2021ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્રમાં કુલ 117 દિવસ કામકાજના દિવસો તરીકે ગણવામાં આવ્યાં છે. જ્યારે પ્રથમ શૈક્ષણિક સત્ર દરમિયાન જાહેર રજા 3 ગણવામાં આવી છે જ્યારે બીજા શૈક્ષણિક સત્ર દરમિયાન કુલ 136 દિવસ શૈક્ષણિક કાર્યના ગણવામાં આવ્યાં છે. આમ પ્રથમ સત્ર અને બીજા સત્રમાં કુલ 245 જેટલા દિવસો શૈક્ષણિક કાર્ય તરીકે ગણના કરવામાં આવી છે જ્યારે આઠ સ્થાનિક રજાઓ પણ બાદ કરવામાં આવી.

    80 દિવસની રજાઓ

    શૈક્ષણિક વર્ષ 2021-22 દરમિયાન રાજ્યના શૈક્ષણિક વિભાગોમાં જાહેર રજા 16 દિવસ દિવાળી વેકેશન 21 દિવસ ઉનાળુ વેકેશન 35 દિવસ અને સ્થાનિક રજાઓ આઠ દિવસ મળીને કુલ 80 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરીને રજાના દિવસ અને શૈક્ષણિક કાર્યના દિવસોની જાહેરાત કરવામાં આવી હતી.
    365 દિવસમાંથી 80 દિવસ રજાના બાદ કર્યા પછી કુલ 245 દિવસ શૈક્ષણિક કાર્ય

    7 જૂનથી પ્રથમ સત્રનો થયો પ્રારંભ

    રાજ્યમાં કોરોના વૈશ્વિક મહામારીની બીજી લહેર બાદ 7 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાઓમાં હજુ પણ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ધોરણ 9 થી 12ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ 50 ટકા કેપેસિટી સાથે શાળામાં આપવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 9 ના વર્ગો શરૂ કરવા ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ સરકારનો નિર્ણય : B.SC નર્સિંગમાં એડમિશન માટે NEET નહીં, ધોરણ 12 પરિણામ પર થશે એડમિશન

આ પણ વાંચોઃ વરસાદની ખેંચથી પાક બચાવવા 9.5 લાખ એકર જમીનને પાણી આપવાનું શરૂ : CM વિજય રૂપાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.