ETV Bharat / city

Dissatisfaction In Gujarat Congress: 24 કલાકના અલ્ટિમેટમ બાદ દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડનું કોંગ્રેસમાંથી રાજીનામું - કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલા તેમણે ગાંધીનગર ખાતે કોંગ્રેસ કાર્યાલય પહોંચીને નારાજગી (Dissatisfaction In Gujarat Congress) વ્યક્ત કરી હતી. તેમણે 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું.

24 કલાકના અલ્ટિમેટમ બાદ દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડનું કોંગ્રેસમાંથી રાજીનામું

author img

By

Published : Apr 14, 2022, 4:09 PM IST

ગાંધીનગર: ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ નારાજ (Dissatisfaction In Gujarat Congress) હોવાનું સામે આવતું હોય છે. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022)ની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસ પક્ષમાં નારાજગી જોવા મળી રહી છે. 12 એપ્રિલના રોજ કોંગ્રેસના દહેગામ વિધાનસભા (dahegam vidhan sabha constituency)ના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ નારાજ થયા હતા અને ગાંધીનગરમાં સેક્ટર 22 ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય (Congress Office In Gandhinagar) ખાતે પહોંચીને નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.

સક્રિય કાર્યકર્તા તરીકે રાજીનામું આપ્યું- તેમણે કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, ત્યારે આજે સત્તાવાર કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ (kaminiba rathod resigns from congress) આપ્યું છે. કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી સક્રિય કાર્યકર્તાના રૂપે રાજીનામું આપ્યું છે. તેમની સાથે અન્ય 2 મહિલાઓએ પણ રાજીનામું આપ્યું છે. સાથે જ તેઓએ પોતાના વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, મેં આજથી જ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તરીકે રાજીનામું આપી દીધું છે. હવે હું કોઈપણ કાર્યક્રમમાં જોડાઈશ નહીં.

આ પણ વાંચો: Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં

ટિકિટ માટે નારાજ નથી- કામિનીબાએ જણાવ્યું હતું કે, સાચા અર્થે કોંગ્રેસમાં કામ કરનારાને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ. દહેગામના સંગઠન બાબતે નારાજગી છે. આજે સી.જે ચાવડા અને બળદેવ ઠાકોર સાથે વાત થઈ છે. દહેગામ સંગઠનમાં ફેરફાર થવા જોઈએ. પક્ષે મને ઘણું આપ્યું છે. સંગઠનમાં કોને સમાવવા તે વાતને પક્ષની સામે મૂકી છે. ટિકિટ માટેનો કોઈ મુદ્દો નથી. મારી માંગણી પૂર્ણ નહિ થાય તો નિવૃત્તિ જાહેર કરીશ.

આ પણ વાંચો: Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોને લેવા માટેનું કેલેન્ડર ભાજપે બનાવ્યું : જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે નવી નિમણૂક કરતા નારાજ- તેમણે કહ્યું કે, સંગઠનમાં થઈ રહેલી નિમણૂક બાબતે નારાજગી છે. જે લોકોને સંગઠનમાં સામેલ કરવામાં આવે છે તેઓ ક્યારેય પક્ષની મિટિંગમાં હાજર થયા નથી, જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીમાં જે લોકોને જવાબદારી આપી હતી તેમના વિરુદ્ધમાં ઘણી ફરિયાદ હતી. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ (President of Gujarat Congress) જગદીશ ઠાકોર પણ દહેગામના છે, જ્યારે કામિનીબા પણ તે ગામના પૂર્વ ધારાસભ્ય તરીકે કાર્યરત હતા. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દહેગામમાં જગદીશ ઠાકોરે નવી નિમણૂક કરતા કામિનીબા નારાજ થયા હતા અને અંતે રાજીનામુ આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.